૨૧. એક ખતરનાક આગાહી!

21. A dangerous Prediction!

એક સમય હતો જ્યારે ઘરના આંગણાંમાં કે બારીની સાખ પર મેના -પોપટ કે  ચકો-ચકી  ગેલ કરતાં હોય એવાં દુર્લભ દ્રશ્યો જોવા મળતાં. ક્યારેક દેવ-ચકલી ઘરની અંદર આવીને નિર્ભયતાથી લટાર પણ મારી જતી.

Credit: https://stock.adobe.com આવું દ્રશ્ય હવે દુર્લભ થઈ ગયું છે.

પ્રગતિ તરફની આંધળી દોટમાં આપણે આપણી આસપાસની હવાના અણુએ અણુમાં ઠાંસી ઠાંસીને ધૂળ અને ધુમાડો ભરી દીધો છે.

ગ્રીષ્મમાં કોયલના ટહુકાર કે બે નિર્દોષ પંખીડાંની મસ્તીભરી ગેલ તો શહેરી સંસ્કૃતિનો સપનાં સાથેનો સંબંધ પણ તોડી ચૂકી છે. હવે આ દ્રશ્યો જોવા હોય તો પ્રાણી-સંગ્રહાલયમાં જ જવું પડે છે અને પંખીડાં મોજમાં આવે ત્યાં સુધી ઇંતેજાર કરવો પડે છે.

Credit: https://stock.adobe.com આ ચકલીઓને ધરતી પર જીવવાનો હક છે.

પર્યાવરણ પ્રેમીઓ એવી આગાહી કરે છે કે હજુય જો આપણે હવાના પ્રદૂષણને નહિ રોકીએ તો પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ અને પક્ષીઓ જીવી શકશે નહિ.

આ આગાહી કેટલી ખતરનાક છે એનો હજુ આપણને અંદાજ પણ આવતો નથી !

Published by Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: