25. One Simple Straight Question!

ઢીગલી રમવાની આ ઉંમરે આ દીકરી ક્યા માનસિક ત્રાસમાંથી પસાર થતી હશે?
બીજા વિશ્વ યુદ્ધની વિભીષિકા પછી પણ માનવીનું મન યુદ્ધથી થાક્યું નથી. નિઃશસ્ત્રીકરણની સંધિઓએ કંઈક આશા જરૂર જગાવી છે. તો ય દુનિયાના કોઈક ને કોઈક ખૂણે તો ખાંડા ખખડતાં જ રહે છે.
માણસનો યુદ્ધખોર સ્વભાવ ધરતી અને પાણીની સીમાઓ વટાવીને આકાશ અને અવકાશ સુધી પહોંચી ગયો છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ૮૧ દેશો ૧૦ લડાઈઓ લડી ચૂક્યા હોવા છતાં જાણે હજુ ધરાવો જ થયો નથી. અમેરિકા-ઇરાક યુદ્ધનો નંબર ૧૩૧મો આવે છે. અંતરિક્ષમાં લડાઈ લડવા માટેનાં શસ્ત્રો, લડાયક વિમાનો, રોકેટો અને પ્રક્ષેપાસ્ત્રોના ખડકલા હજુ ય એકબંધ છે.

જમીન, જળ પછી હવે અંતરિક્ષને પણ તાબે કરવું છે.
આ યુદ્ધખોર દિમાગને આપણે એક સાદો સીધો સવાલ પૂછવો છે:
તમે આકાશને પણ તમારા ઘાતકી દિમાગ વડે અભડાવશો પછી બિચારાં પક્ષીઓ ક્યાં વિહાર કરશે? એમનો જ્યાં અબાધિત અધિકાર છે ત્યાં યે ઘૂસણખોરી કરવાનો તમને કયો અધિકાર છે?