26. The fierce Claw of a Small Animal!
કદમાં તો એ પ્રાણી સાવ નાનું છે, ચપટીમાં મસળી નાખી શકાય એવું – ને તોય એણે આપણને પરેશાન કરી મૂક્યા છે.
એ મચ્છર છે. આપણી કુટેવો, શિક્ષણનો અભાવ, સ્વચ્છતા તરફની ઉપેક્ષા, પર્યાવરણ પ્રત્યેની ઘોર બેદરકારી અને સામાજિક બેજવાબદારીમાંથી આ પ્રાણી દરરોજ હજારો અને લાખોની સંખ્યામાં જન્મ લીધે રાખે છે.

કહેવાતો આ મચ્છર કેટકેટલા રોગોનો જનક છે!
મેલેરિયા અને હાથીપગા જેવા રોગોનું કારણ બનેલા મચ્છર જેવા તુચ્છ જંતુનેય આપણે નાથી શક્યા નથી. મિસાઈલો હવામાં ફંગોળીએ છીએ, પણ મેલેરિયાને દેશવટો આપી શકતા નથી.

સ્વચ્છતા પ્રતિ થોડા સભાન બનીએ તો મચ્છરના ઉદ્ભવને નિયંત્રણમાં લાવી શકીએ.
આપણે જ એને ફૂલવા–ફાલવાની અનુકૂળતા કરી આપતા હોઈએ તો પછી દોષ કોને દેવાનો?