29. Doom on an Island!

આવો સુંદર ટાપુ સમુદ્રમાં ગરક થઈ જાય તો?
ભારતની પડોશમાં આવેલા સોહામણા ટાપુ માલદીવનો ઝાઝો પરિચય આપવો પડે તેમ નથી. આ ટાપુ પર ટૂંકુ સમયમાં જ ક્યામત ઊતરવાનું જોખમ ઊભું થયું છે.
હવા અને સમુદ્રના પ્રદૂષણને કારણે માલદીવની સીમાઓ સંકોચાતી જાય છે અને દરિયો દિવસે દિવસે ઊંચો ઊડતો જાય છે. ભય તો એવો સેવાય છે કે ૫૦ વર્ષ પછી આખો ટાપુ સમુદ્રમાં ગરક થઈ જશે!
માલદીવની ખમતીધર પ્રજાએ આ જોખમ સામે ઝઝૂમવાનો નિર્ધાર કર્યો છે. દરિયા કિનારે લાખો વૃક્ષો વાવીને તેઓ જમીનનું ધોવાણ થતું અટકાવવા કટિબદ્ધ છે.

વૃક્ષારોપાણથી માલદીવસને બચાવવાની ઝુંબેશ!
આવી પ્રજાને તો અંત:કરણ પૂર્વક શુભેચ્છા જ પાઠવવાની હોય ને!