30. The Golden Shape of the Dream!
સપનાં કોને ન આવે? પણ સ્વપ્નને સાકાર કરવા ઝઝૂમનારાઓને તો દીવો લઈને શોધવા નીકળવું પડે.
અમેરિકામાં વસતા એક ભારતીય બલબીર માથુરને ઉઘાડી આંખે એક સપનું આવ્યું, જેમાં એણે સમગ્ર પૃથ્વીને વૃક્ષોથી છવાયેલી જોઈ.

વૃક્ષોથી આચ્છાદિત પૃથ્વીને જોતા બલબીર માથુર
સપનું સાકાર કરવા આ માણસ રીતસર મચી પડ્યો. ‘ટ્રીઝ ફોર લાઈફ’ નામની સંસ્થાની સ્થાપના કરી અને ભારતમાં વૃક્ષો વાવવાનું બીડું ઝડપ્યું.

સ્વપ્નોને સાકાર કરવા કટિબદ્ધ ‘ટ્રીઝ ફોર લાઈફ’!
જ્યાં એક વૃક્ષ વવાય ત્યારે ૩૦ કપાતાં હોય એવા આ દેશમાં બલબીર માથુરે લાખો રૂપિયાના ખર્ચે હજારો વૃક્ષો વાવ્યાં. માથુરને આ કામમાં સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વૃક્ષ પ્રેમીઓ તરફથી છૂટે હાથે મદદ મળી છે.
માથુરનું લક્ષ્ય દર વર્ષે ૨૭ લાખ વૃક્ષો વાવવાનું છે. એમણે વાવેલાં અને વવડાવેલાં વૃક્ષોમાંથી ૭૦ ટકા હયાત છે.
આપણને તો આવા અનેક માથુરોની જરૂર છે.

Source: https://moringablog.wordpress.com/2011/02/08/trees-for-life-2011-moringa-project/bsm_01/
વૃક્ષારોપણના સંકલ્પ સાથેની એક દીકરી!