31. Danger to Ozone Layers!

માનવજાતના રક્ષણ માટે કુદરતી કવચ ઑઝોન.
સૂર્ય એટલે પ્રચંડ તાકાતનું પ્રતીક, ઊર્જાનો ધોધ અને જીવસૃષ્ટિના અસ્તિત્વનો એક અગત્યનો આધાર.
સૂર્યના પ્રકાશમાં આવતાં અધોરક્ત કિરણોમાં આપણી ચામડીને બાળી મૂકવાની તાકાત છે. પરંતુ કુદરતે આપણા બચાવ માટે જ આકાશમાં ઊંચે ઓઝોન વાયુનું કવચ તૈયાર કર્યું છે. ઓઝોનની આ ચાદર અધો રક્ત કિરણોને શોષી લઈને સૂર્યનાં કિરણોને ધરતી પર મોકલે છે.
કુદરતના આ ઉપકારને પણ આપણે ભૂલવા બેઠા છીએ. કોન્કોર્ડ જેવાં વિમાનો અને સુપર સોનિક લડાયક હવાઈ જહાજો ઓઝોનની એ ચાદરને કાણાં પાડી રહી છે.

કુદરતના આ ઉપકાર પર આપણે અપકાર કરતા રહીએ છીએ તેનું શું?
એરોસોલ સ્પ્રે પણ ઓઝોનની ચાદરમાં કંસારી બનીને કાણાં પાડે છે.
ક્યાં સુધી આવી પ્રવૃત્તિઓને ચાલવા દઈશું આપણે?