32. Whose Earth is this?

આ પૃથ્વીનો માલિક કોણ છે?
આ પૃથ્વી ખરેખર કોની માલિકીની છે? આપણી પાસે કોઈ વારસાઈ સર્ટિફિકેટ નથી કે માલિકીખત પણ નથી. છતાં આપણે એની સાથે એવો વર્તાવ કરીએ છીએ કે જાણે એ આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં ન મળી હોય!
સાચી વાત એ છે કે આ પૃથ્વી આપણી પાસે આપણા પછીની પેઢીની અમાનત છે. કોઇની અમાનત સાચવતાં પણ આપણને ન આવડે ત્યારે આપણે આપણી જાતને શું કહેવું?
કાલચક્ર તો ફર્યા જ કરે છે. આપણી નફફટાઈને લીધે રેતીના ઢગના ઢગ અને સૂવાના હૂવા સરકતા જ જાય છે. લોલક આમથી તેમ જોરશોરથી ઘૂમે છે અને સુદર્શન કરતાંય ખતરનાક ચક્ર પાતાળથી આકાશ સુધીના પર્યાવરણને ઊભું અને આડું વહેરતું જાય છે.

શકટનો ભાર જેમ શ્વાન તાણે એમ આપણે જ માલિક બનીને વિહરીએ છીએ.
ઘડિયાળની ટીક ટીકના કાન ફાડી નાંખે એવા અવાજો ય આપણને સંભળાતા નથી. એ અવાજોથી કુંભકર્ણોની ઊંધ પણ ઊડી જાય, આપણી ઊંઘ કેમ ઊડતી નથી?