૪. પ્રકાશનો અભાવ એટલે જ અંધકાર!

પ્રેમના દીવાના પ્રકાશ સામે અંધકાર જીદ કરી શકતો નથી.

       માણસની એક ખાસિયત છે. એ પ્રેમ પણ કરે છે તો મન મૂકીને કરે છે. અને નફરત કરે છે તો પણ મન મૂકીને કરી શકે છે. એને એ પણ ખબર હોય છે કે પ્રેમ તો આ‌હ્‍લાદક પ્રકાશ છે. જ્યારે નફરત તો આંધળી છે. એથી ત્યાં અંધારું ઘોર છે. પરંતુ વૃતિ એટલી પ્રબળ હોય છે કે એ અંધારામાં ભટકવાનું પસંદ કરે છે. પરંતુ પ્રેમનો સાર્થક પ્રકાશ એને આકર્ષી શક્તો નથી.

       વિચારવા જેવું તો એ છે કે જે હ્રદયમાં પ્રેમ પાંગરે છે એ જ હ્રદયમાં નફરતનાં બીજ પણ ઊગે છે અને એને સમયસર રોકવામાં ન આવે તો એ મસમોટું ઝાડ બની જાય છે. નફરતને કોઈ છેડો નથી હોતો. પ્રેમના પાશ વિના નફરત સદા પાંગરતી રહે છે. પ્રેમ જેમ પ્રેમમાં વધારો કરે છે એમ નફરત પણ નફરતમાં જ વધારો કરે છે. નફરતનું અંધારું એવું છે કે એને દૂર કરવા માટે માણસ પોતાનું ઘર સળગાવીને અજવાળું કરવા જાય તો પણ એ અંધારું દૂર થતું નથી.

   પોતાનું ઘર બાળવા કરતાં પ્રેમનો લેપ કરવો એ જ એક ઉપાય છે. નફરતથી કદી નફરતનો અંત આવતો નથી. પેઢી દર પેઢી ચાલતાં વેર આ વાતનું જ પ્રમાણ છે. પરંતુ પ્રેમનો પ્રયોગ કરવામાં આવે તો પેઢી દર પેઢીનાં વેર પણ શમી જાય છે.

    લક્ષ્મી પટેલ `શબનમ` એ જ વાતનો અહેસાસ કરાવે છે. નફરતનું અંધારું દૂર કરવાનો આશય ગમે એટલો નિષ્ઠાભર્યો હોય, પરંતુ એ માટે જયાં સુધી પ્રેમનો પ્રકાશ પાથરવામાં ન આવે ત્યાં સુધી એ અંધારું દૂર થતું નથી. અંધકાર એ મૂળભૂત રીતે જ એક નકારાત્મક બાબત છે. અંધકારનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી હોતું. પ્રકાશનો અભાવ એટલે જ અંધકાર. ગમે તેવો ગાઢ અંધકાર ગમે તેટલી સદીઓ જૂનો હોય તો પણ એને ધક્કા મારીને બહાર નથી કાઢી શકતો કે તલવારથી એનો વધ થઈ શકતો નથી. માત્ર પ્રેમના ટમટમતા દીવાનો પ્રકાશ એ માટે પૂરતો છે. પ્રેમના દીવાના પ્રકાશ સામે અંધકાર જીદ કરી શકતો નથી.

तिरगी – अंधकार

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: