૫. જિંદગી અને સરળતા બે વિરોધી શબ્દો છે.

જિંદગીનું નામ જ સંઘર્ષ, મથામણ અને લડાઈ!

  જન્મ ધર્યા પછી ગમે તેવા જાણતલ જ્યોતિષીને પૂછીએ કે નજૂમીનું ભેજું ખાઈએ, ભાવિના ભેદ ઉકેલવા આસમાન માથે લઈએ તોય જિંદગી ભર્યા નાળિયેર જેવી છે. કાલે શું થવાનું છે એનો બહુ બહુ તો અણસાર મળે છે, પરંતુ એ અણસાર પણ સાચો જ પડશે એવી કોઈ ખાતરી આપી શકતું નથી. કાલે શું થવાનું છે એની જાનકીનાથને પણ ખબર નથી એવું કહ્યા પછી પણ આપણે કાલ એટલે કે ભવિષ્ય વિષે ખણખોદ કર્યા કરીએ છીએ.

     આપણી આજ એ ગઈકાલે આવતીકાલ હતી અને આવતીકાલે એ ગઈકાલ બનવાની છે. એટલે આપણી આજ મોટે ભાગે તો આપણે ગઈ કાલનો વસવસો કરવામાં જ ગુમાવી દઈએ છીએ. પરિણામે ગઈકાલ, આજ અને આવતીકાલ એમ બાવાના બે નહિ, ત્રણેય બગડે છે. એટલે જ કહ્યું છે કે જે પોતાની આજ એટલે કે પોતાના વર્તમાનને સાચવતો નથી એને ભૂતકાળનો અફસોસ કરવાનો કે ભવિષ્યનાં સપનાં જોવાનો કોઈ જ અધિકાર મળતો નથી.

   જિંદગી પાસેથી આપણે ખૂબ અપેક્ષાઓ રાખીએ છીએ. પરંતુ એ અપેક્ષાઓ કેટલી અધિકારપૂર્વકની છે એ વિષે ભાગ્યે જ વિચારીએ છીએ. જિંદગી સરળતા અને સુખથી જ વીતે એવી આશા અને અપેક્ષા ભલે રાખીએ, પરંતુ એ વાત ભૂલવા જેવી નથી કે જિંદગી અને સરળતા બે વિરોધી શબ્દો છે. જિંદગીનું નામ જ સંઘર્ષ, મથામણ અને લડાઈ. ફૂલોની પથારી મળે તો સરસ ઊંઘ આવી જાય, પરંતુ એ ફોરમના નશામાં હોશ ગુમાવી દીધા પછી જિંદગીનો અનુભવ જ ન થાય. કોઈ કવિએ કહ્યું છે કે સહેલું કદાચ મોત હોઈ શકે, જિંદગી કદી સહેલી ન હોઈ શકે. ઉર્દુ કવિ `નશૂર` વાહિદીનો એક શેર પણ આવું જ કંઈક કહે છે.

मरना तो एक बार हुआ सहल भी मगर,

जीना जिसे कहें कभी आंसा न हो सका!        

 सोहबतें गुलों – फूलों के संग

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: