૭. દુઃખ અનુભૂતિ અને સંવેદનાનો સમુદ્ર છે!

સુખ એ તો થોડા સમય માટે દુઃખની ગેરહાજરી છે.

કવિ નરસિંહ મહેતા કહી ગયા કે સુખ દુઃખ તો ઘટ સાથે રે ઘડિયાં… છતાં અનુભવ એવો છે કે સુખ સંતાકૂકડી રમે છે અને દુઃખ હર ક્ષણ ડોળા કાઢતું રહે છે. દુઃખ કદાચ શાશ્વત છે. સુખ એ તો થોડા સમય માટે દુઃખની ગેરહાજરી છે અને એથી જ સુખ મનની ગેરસમજ રહે છે. સુખને એક નશો છે, જે ભાન ભુલાવે છે, ઊંઘમાં સરકાવી દે છે, એટલી વાર દુઃખ ખોવાઈ જાય છે. સુખનો પાલવ બહુ પાતળો છે. જરાક ખાંચો ભરાય તો લીરા ઊડી જાય છે અને પાછળ છૂપાયેલું દુઃખ બેઠું થાય છે.

        સુખ એ નશામાં છકી જવાની અવસ્થા છે. દુઃખ અનુભૂતિ અને સંવેદનાનો સમુદ્ર છે. સુખ હંમેશાં કિનારો પકડે છે અને એટલે જ ઘણી વાર દુઃખની ભરતી આવે છે ત્યારે કિનારે ઊભા રહીને એ ઝીંક ઝીલી શકતું નથી, છતાં જે શાશ્વત છે એનાથી આપણે સતત દૂર ભાગવાનો પ્રયાસ કરીએ છીએ અને જે ઝાંઝવાનું જળ છે એના પ્યાલા ભરવાની મથામણ કરીએ છીએ.

      તો ય સુખનો એક સ્વાદ છે. એ સ્વાદ આહ્લાદક છે, શીતળ છે, ઉત્તેજક છે અને માદક પણ છે. ખૂબ ઝડપથી નસેનસમાં ઝણઝણાટી લાવી દે છે. પોપચાં છળી પડે છે, અને જ્ઞાનતંતુઓ શિથિલ થઈ જાય છે. એ સ્થિતિ ક્યારેક જીવલેણ નીવડે એવી હોય છે. એથી જ વચ્ચે વચ્ચે વીજળીના આંચકાની જેમ ઝાટકા આવી જાય છે. આવા ઝાટકા જ સુખના નશાનો અપચો થવામાંથી ઘણી વાર ઉગારી લે છે. દરેક સુખની પછી તે દુઃખનો અહેસાસ જીવતો રહે તો એ સુખ પણ છકી જતું નથી અને છાકટું બનતું નથી.

   ઘડીક વારનું સુખ કે ક્ષણભરનો આનંદ કેટલીક વાર લાંબી મુદતની ગમગીનીનું કારણ બને છે ત્યારે રહસ્ય સમજાતું નથી. પ્રિયજનને મળવાનો આનંદ અવર્ણનીય હોય છે, એનો સહવાસ અને સંગાથ સુખની ચરમસીમાઓનો અનુભવ કરાવે છે. પરંતુ એ જ પ્રિયજનથી છૂટા પડયા પછી દુઃખ, ગમગીની, બેચેની, અકળામણ , ગૂંગળામણ, એકલતા અને ઉદાસીની ક્ષણોના ગુણાકાર થાય છે. મજા તો એ વાતની છે કે આ બધી પીડા અને કસકની ક્ષણો પણ આનંદ અને સુખની ક્ષણો જેટલી જ વહાલી લાગે છે. એનો પાલવ ઘટ્ટ હોય છે. આખાને આખા ઢાંકી દે છે, જયાં હવા પણ આવતાં થડકાર અનુભવતી હોય એવું લાગે છે.  ‘સાહિર’ લુધ્યાનવીને આવો અહેસાસ થયો, આપણને થયો?

निशात – बाग

मुद्दतों महवे-यास – निराश

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: