શો મઝાનો ઘાટ છે આ સંસારનો!
ત્યાં આટલો ઘોંઘાટ શો?
પ્રકૃતિના અંગ કેવા શાંત છે?
સહુ અહીં ને તે છતાં એકાંત છે.
વૃક્ષ છે જે બીજમાં તે બીજ કેવું શાંત છે!
મસ્ત સુરભી આપતું આ પુષ્પ કેવું શાંત છે!
મિષ્ટ અંગે અંગમાં તે ફળ કદી ના બોલતું!
પોષતું જે વૃક્ષને તે મૂળ મોં ના ખોલતું.
ત્યાં આટલો ખખડાટ શો?
ને આટલો ફફડાટ શો?
કસ વિનાનાં પાંદડાંનો શો હશે ખખડાટ આ?
કદાચ!!!