(શિખરિણી છંદ)
મને જ્યારે જ્યારે સુપરવિઝને કાવ્ય-સ્ફૂરણા
થતી, ત્યારે ત્યારે “વિષય જ મને કેમ જડતો
નથી?” એવી રીતે બળબળ થતાં હું બબડતો,
“પડ્યું ખાડા માંહી નથી રચવું કાવ્ય” લવતો
હતો હું ત્યાં તો મેં સરજન કરી કાવ્ય રચના
હતી જે મુશ્કેલી તરત જ બની ગૈ સુગમતા.