તમારી પાસ આ મુજ જિંદગી લહેરાઈ જાયે છે
તમે ગૂંથ્યા પ્રણય પુષ્પો હવે પહેરાઈ જાયે છે.
તમે સાકી બની આવ્યાં ભરીને જામ નયનોમાં,
હવે પલકો નમાવી દો મધુ છલકાઈ જાયે છે.
સતાવો ના બતાવો ના કદી ય ક્રૂરતા આવી,
તમારી પ્યાસમાં મુજ જિંદગી વ્હેરાઈ જાયે છે.
બનાવ્યો છે તમારો તો હવે ઝાઝો બનાવો ના,
પ્રણયના રંગ છે એવા સ્વયં રેલાઈ જાયે છે.
તમે મલકો અને દુનિયા બધી મલકાઈ જાયે છે,
નયના જંગ છે એવા સ્વયં ખેલાઈ જાયે છે.
જવા દો ને ઈશારામાં ઘણું ય કહી દીધું તમને,
તમારા સમ બધી વાતો હવે ફેલાઈ જાયે છે.