ઢાળી દીધાં નયન તમે કાં?
હું ઘાયલ થાવા આવ્યો છું!……
નર્તન કરતાં આ ચરણોનું
હું પાયલ થાવા આવ્યો છું!…….
છલકાઇ જાતાં આ જોબનનું
હું છાયલ થાવા આવ્યો છું!……
નમણાં તારા રીસ્ટ્- વૉચ નું
હું ડાયલ થાવા આવ્યો છું!……
ઝાઝું મનાવીશ હે સજની તો
હું રિસાયલ થાવા આવ્યો છું!…..
તમે રિસાશો તો હે સજની
હું કરમાયલ થાવા આવ્યો છું!…….