પ્રસ્તાવના – માનવ મનનું સોફટવેર

અદ્યતન યુગના જટિલમાં જટિલ યંત્ર કરતાં પણ ચાર ચાસણી ચડે તેવું યંત્ર હોય તો તે છે માનવ શરીર. તેનો એક ભાગ એટલે કે માનવીનું મન માત્ર જટિલ નહિ પણ અગમ્ય છે – રહસ્યમય છે. માનવીનું શરીર જો કમ્પ્યુટરની ભાષામાં હાર્ડવેર હોય તો માનવીનું મન એ તેનું સોફટવેર છે. અદૃશ્ય રહીને પણ તે શરીરની અંદર તેમજ બહાર મોટો પ્રભાવ ધરાવે છે. એક બિંદુથી પરિતૃપ્તિ અનુભવે તેટલું તે સંતોષીલું છે તો અગાધ જળરાશિ વચ્ચે પણ તરસ્યું રહે તેવું અસંતોષી છે. તેની મહત્વકાંક્ષાઓ બિંદુથી સિંધુ સુધી વિસ્તરેલી છે. કોઈક ફટકિયું મોતી તેને પ્રસન્ન કરી શકે છે તો અલીબાબાનો ખજાનો તેને જરાય આનંદ આપી ન શકે તેવું પણ બને છે. મૃગજળ તરફની દોડ એ તેનો જીવન-આનંદ છે.

માનવમનના અતલ ઊંડાણનો તાગ મેળવવો કઠીન છે.

    મનના અતાગ ઊંડાણનો તાગ મેળવવા સૈકાઓથી કૈંક મરજીવાઓ ડૂબકીઓ મારવામાં રમમાણ છે. આ વિદ્વાનોના પરિશ્રમ અને પરિશીલનના પરિણામ રૂપ ઉપલબ્ધિઓએ આ સંશોધનને વિજ્ઞાનની એક શાખાનું ગૌરવ અપાવ્યું છે. આવા વિષયમાં અભ્યાસ કરવો, વ્યક્તિ અને સમાજનું નિરીક્ષણ કરવું, પોતાના ચિંતનનો અર્ક તેમાં સંમિલિત કરવો એ મોટા ગજાનું કામ છે.

     શ્રી દિવ્યેશ ત્રિવેદીનું વ્યક્તિત્વ બહુઆયામી છે. વિવિધ વિષયોમાં રસ ધરાવતા આ સન્મિત્રને, વિષયમાં ઊંડા ઊતરવાની અને નવનીત પામવાની ક્ષમતાને-તેમના પરિચયમાં આવનાર સૌ કોઈ જાણે છે. અમદાવાદના ‘સમભાવ’ અને મુંબઈના ‘સમાંતર’માં તેમની આ લેખમાળા ‘માનસ’ સર્વત્ર પ્રશંસા અને આવકાર પામી છે. જીવનના ધબકાર જે કોઈ સાંભળી શકે છે તેવા સૌ કોઈને આ પુસ્તક ગમશે.

  • રજની વ્યાસ

Credits to Images

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: