જાતને છેતરીને નાખ્યાનું ભાન નથી,
તને પ્રેમ કર્યાનો બસ દાવો છે.
સાવ પાસે પણ કેટલાય જોજન દૂર
હાસ્યની અંદર ઘાવ પર ઘાવો છે.
કંઇ કેટલાય પતંગ કાપવા છે,
હવે દોરી પર મારો રંગ પાવો છે.
ઝૂકી ઝૂકી કરેલી સલામ પર
ઝેર પણ બનાવટનો માવો છે.
ખોટી છે જીવવાની આ ગણતરીઓ,
દર્પણ રુએ, શું માંહ્યલો જ ચાહવો છે?
મારી અંદર કોઈ ક્યાં કશું કહે છે?
ચંદન તિલકમાં જ સમાતા ભાવો છે.
ઘડી બે ઘડી સત્સંગમાં શું ઝૂલ્યા?
ઈશ્વર સામે ય માંડ્યો પ્રતિદાવો છે.
ભવ પર ભવ, બધું ખાલીખમ છે.
ખાલી ખાલી બસ ‘આવો’ ‘આવો’ છે.
મારા ભોળાપણનો આ તો કેવો પડઘો!
ચોપાસ છેતરામણીનો ચકરાવો છે.