૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ

મનોવિજ્ઞાનીઓ કહે છે કે શાપ અને ગાળ બૂમરેંગ જેવાં છે. આપણામાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે. પરંતુ આ મનોવિજ્ઞાનીઓ તો એક ડગલું આગળ વધીને કહે છે કે ખાડો ખોદવાની વાત તો પછી આવે છે. ખાડો ખોદવાની કલ્પના કરનાર પણ એમાં પડે છે. અલબત્ત, ખાડો ખોદવાનું કામ મનમાં થતું હોય તો પડવાનું પરિણામ પણ મનમાં જ આવે. પરંતુ અહીં વાત વધુ ગંભીર એટલા માટે બને છે કે મનમાં ખોદેલા ખાડામાં મનોમન પડયા પછી એની પીડા શરીરને જ ભોગવી પડે છે. મન અને શરીરનું અતૂટ અનુસંધાન અહીં કામ કરતું જોવા મળે છે.

પ્રકરણ – ૫ તદ્દન રેઢિયાળ છોકરી છે!

સોનુ ખરેખર સ્વતંત્ર મિજાજની અને આઝાદ છોકરી હતી. હંમેશા જીન્સ અને ટી-શર્ટ જ પહેરતી. ઘરની સુખી હતી. પરંતુ મા-બાપને ગણતી જ નહોતી. એનાથી નાનો એક ભાઈ હતો. ભાઈને પણ એણે કહી દીધેલું કે તારે મારી વાતમાં માથું નહિ મારવાનું. એના પપ્પાએ એની આઝાદ અને સ્વચ્છંદી જીવનશૈલી સામે વાંધો ઉઠાવ્યો ત્યારે એણે એના પપ્પાને પણ સંભળાવી દીધું હતું કે હું તમારા કારણે આ દુનિયામાં આવી છું એ સાચું. પરંતુ તમે ય મારા માલિક નથી, હું કંઈ તમારું ચાવીવાળું રમકડું નથી. મને મારું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. મને મારી જિંદગી બનાવવાનો અને બગાડવાનો પણ અધિકાર છે.

પ્રકરણ – ૪ મનીષાને બોલતી કરે તેવું કોણ?

ડૉક્ટરે એમને અધવચ્ચેથી કાપીને કહ્યું, “એ બોલતી નથી એ ખરું, પરંતુ બોલી તો શકે જ છે. મને લાગે છે કે છોકરી થોડી ઇન્ટ્રોવર્ટ છે. એ અંતર્મુખી છે એટલે જ એ ઝડપથી એનું મન કળાવા નહિ દે. એના મનમાં અનેક પ્રશ્નો હોય એવું લાગે છે. મને લાગે છે કે એ મનમાં ને મનમાં ઘોળાય છે. એટલે જેની સામે એને ગાઢ મનમેળ હોય એવી કોઇક વ્યક્તિ જ એને ખુલાસીને બોલતી કરી શકે. છે કોઇ એવી વ્યક્તિ?”

પ્રકરણ – ૩ વળી પાછા ચોવીસ કલાક!!!…

ડૉક્ટર રાઉન્ડમાં ફરતા ગયા તેમ મનહરભાઈ અને પિનાકીનભાઈ પણ એમની પાછળ પાછળ ગયા. ડૉક્ટર એમની ચેમ્બરમાં ગયા એટલે બંને ચેમ્બરમાં ઘૂસી ગયા. ડૉક્ટરે એમને બેસાડયા અને કહ્યું, “મારી દ્રષ્ટિએ ૪૮ કલાક પછી પણ આ બહેન ભાનમાં નથી આવ્યાં એ સારી નિશાની નથી. ક્યારેક એવું પણ બને છે કે આવા પેશન્ટ દિવસો, મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી પણ કોમામાંથી બહાર આવતા નથી. એટલે જ કાલે સવાર સુધી ભાનમાં નહિ આવે તો ન્યૂરોલોજિસ્ટનો ઓપિનિયન લઈશું.”

પ્રકરણ – ૨ અમંગળની શંકા

“ડૉક્ટર કહે છે કે મનીષાએ કોઈક એવું કેમિકલ પીધું છે કે જેની અસર બહુ તીવ્ર છે. બચવાના ચાન્સ ૪૦ ટકા જ છે. છતાં અડતાળીસ કલાક રાહ જોવી જોઈએ…. ડૉક્ટર એવું માને છે કે ઉદયે સાઈનાઈડ પ્રકારનું કોઈક ઝેર અડધી રાત્રે જ લીધું હોવું જોઈએ. છતાં વધારે ખબર તો પોસ્ટમોર્ટમ પછી જ પડે…!”

૬૨. ગરજ

માણસ સામાજિક પ્રાણી છે તે સાચું, પણ સંબંધોમાં પ્રવર્તતી ગરજ તો વ્યક્તિત્વના મહિમાને જ હણી નાંખે છે.

૬૧. ચકરાવો

સામાજિક સંબંધોની પરિભાષા જ બદલાઇ ગઈ છે. સ્નેહસભર પાર્દર્શકતા તો જાણે ખોવાઈ ગઈ છે. ચહેરા પરનું હાસ્ય છેતરામણીનું છટકું છે.

૬૦. સજ્જન માણસ!

જીવાતા જીવનની પરિભાષા જ બદલી નાંખી છે આપણે! લોકો શું માને છે તે મુજબ જીવવાનું.. પોતાની જાત એ વળી કઈ બલા છે?

૫૯. મારામાં કોઈ ગતાગમ નથી

સમયની પરસાળ પર જાતને અનુભવાતા પર્યાયો મનને હચમચાવી જાય છે. જે હું છું તે સત્ય કે બીજા અનુભવે તે સત્ય?

૫૮. શેમાં છે શાન?

જિંદગી તો સરળ છે, પણ જે સરળતાથી મળી જાય છે તે મૂલ્યવાન છે?