૬૨. ગરજ

માણસ સામાજિક પ્રાણી છે તે સાચું, પણ સંબંધોમાં પ્રવર્તતી ગરજ તો વ્યક્તિત્વના મહિમાને જ હણી નાંખે છે.

૬૧. ચકરાવો

સામાજિક સંબંધોની પરિભાષા જ બદલાઇ ગઈ છે. સ્નેહસભર પાર્દર્શકતા તો જાણે ખોવાઈ ગઈ છે. ચહેરા પરનું હાસ્ય છેતરામણીનું છટકું છે.

૬૦. સજ્જન માણસ!

જીવાતા જીવનની પરિભાષા જ બદલી નાંખી છે આપણે! લોકો શું માને છે તે મુજબ જીવવાનું.. પોતાની જાત એ વળી કઈ બલા છે?

૫૯. મારામાં કોઈ ગતાગમ નથી

સમયની પરસાળ પર જાતને અનુભવાતા પર્યાયો મનને હચમચાવી જાય છે. જે હું છું તે સત્ય કે બીજા અનુભવે તે સત્ય?

૫૭. જરી ય જંપ નથી.

ભૌતિક જીવનની આંધળી દોડમાં શ્વાસ લીધા વગર ભટક્યા કરવાનો આ રોગ ક્યાં જઈને અટકશે? કેમ કોઈને ય જરીક પણ જંપ નથી?

૫૬. કોલગેટ સ્માઈલ

જીવવાની મોકાણમાં જીવવાનું ચૂકી જવાય તેવું આયોજન કરીને માણસ પોતે જ પોતાને છેતરી રહ્યો છે. કાલની આશા છૂટતી નથી, એમાં આજની પળો ખોઈને દુઃખી થવાનું માફક આવી ગયું છે.

૫૫. અતૃપ્તિની તરસ

સરળતા આપણને માફક આવતી નથી. દરેક જગાએ ગણતરી કરીને જ જીવવાનું વધુ સુગમ લાગી રહ્યું છે. કશું જ બરાબર નથી, પણ નસીબને દોષ દઈને છટકી જવાનું ફાવી ગયું છે.

૫૪. કોરી રેત

જ્યાં ઇચ્છા રાખી હોય ત્યાં જ પૂરી થાય તેમ બનતું નથી. કેટલાક માણસો બિલકુલ કોરી રેત જેવા હોય છે, લાગણીનો દરિયો ઉલેચો તો ય પીગળતા નથી. સંબંધોમાં પણ એક વખત વાંકું પડે પછી તાર સંધાતો નથી.

૫૩. વિડંબના

અસ્તિત્વ શુભ-અશુભ, સત્ય-અસત્ય, પાપ-પુણ્ય વચ્ચે ઝોલાં ખાય છે. પૈસા સુખની સીડી મનાય છે, પણ ત્યાં કોઈ આપઘાતના વિચારો કરે છે અને ઝૂંપડીમાં ચાંદની ખુશી વિખેરે છે.