૫૨. વિચારોની યાત્રા

વિચાર અને સામે આવતી હકીકત વચ્ચે જબરજસ્ત અંતર હોય છે. ક્યારેક આપણે એ અંતર પકડી શકતા નથી. જીવન કદાચ વિરોધાભાસની એક જોડ છે.

૫૧. સાવ અંગત હતાં

દુઃખ માટે માણસો ય પોતાના હોવા જરૂરી છે. રસ્તે ચાલનાર અજાણ્યો કદાચ દુઃખ પહોંચાડી શકતો નથી. તમને પીડા ક્યાં પહોંચાડવી તેની જાણકારી અંગતને જ હોય છે.

૫૦. બકવાસ

પાખંડ એવો કોઠે પડી ગયો છે કે, આપણે કદાચ આપણો અસલી ચહેરો પણ ઓળખી શકીએ તેમ નથી. બહારના ઢાંકપીછોડાને જ સાચું જીવન બનાવી દીધું છે.

૪૯. બૂમરાણ

બહારની ઝાકઝમાળથી એવાં રંગાયા છીએ કે, સાચા માણસ કરતાં ઠસ્સો વધુ મહત્ત્વનો બની ગયો છે. શબ્દોની માયાજાળમાં નથી ક્યાંય અસલી ભાવ કે લાગણી.

૪૮. કાં?

કદાચ આપણે સંબંધોના વહેમમાં જીવીએ છીએ. સાચું જીવન શું છે તો એ તો અનેક અવતારો કહી ગયા પણ જીવવાનું આપણે ચૂકી જઈએ છીએ.

૪૭. સંબંધોના ગણિત

સંબંધોને બાંધવા સહેલા અને નિભાવવા કઠીન છે. નજરને કળવી ઘણી વાર મુશ્કેલ બની જાય છે.

૪૬. સહનશીલતાની ક્ષિતિજો

એકબીજા સાથેના સંઘર્ષમાં કોઈની સમજદારીથી જ સંબંધ નભતો હોય છે, પણ એની સમજદારીની કોઈ સીમા ખરી? એના પોતાના જીવનની કોઈ ઓળખ ખરી?

૪૫. તારે તો ખસી જવાનું!!!

બે વ્યક્તિ વચ્ચે મનમેળ ન હોય અને જે ઝપાઝપી થતી હોય, ત્યારે એકનો ત્રાસ બીજા માટે સહનશીલતાની એક પછી એક ઠોકરો બની જાય છે.

૪૪. શબ્દોનો મિજાજ!

જાણવા છતાં ય સાચું જીવાય છે ક્યાં? ભીતરનો અવાજ પીડા વગર જન્મતો પણ નથી. અને સંગાથે હોઈએ તો પણ સાથે હોતાં નથી. જીવનભર શ્વાસ તો ચાલ્યા હોય એની મેળે, પણ છેલ્લી ઘડીએ જીવન ક્યાંથી મળે?

૪૩. નિરાંત લાગે છે!

કોણ જાણે શું મેળવવાની દોડમાં નિરાંતનો શ્વાસ પણ લીધો નથી. ભયંકર થાકી ગયા પછી કંઈક નાની સરખી ઘટના પણ આશ્વાસન બની જતી હોય છે.