લીલો ઉજાસ – પ્રકરણ – ૧૫ – સાધ્વી થવાનો મનીષાનો વિચાર કેટલો વાજબી?

જૂના જમાનામાં પણ કોઈ એક વાતને પ્રસરતા વાર નહોતી લાગતી. આજે તો જમાનો બદલાઈ ગયો છે. આજે તો કોઈ પણ વાત હવાની પાંખો પર સવાર થઈને ચારેબાજુ ફેલાઈ જાય છે. પાંખવાળા પંખી કરતાં પણ હવાનું પંખી ઝડપથી ઊડે છે…

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૪ અને મનીષા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી!

સોનલે મનીષાને કહ્યું, “એ જ કે તું ઠંડી છું… ફ્રિજિડ છું અને ઉદયને તે શરીરસુખ આપ્યું નહોતું એથી જ એણે….” સોનલ વાક્ય પૂરું કરે એ પહેલાં જ મનીષા મોટેથી બોલી, “તદ્દન ખોટી વાત છે. ઓ ભગવાન, આ હું શું સાંભળું છું… આના કરતાં તો મરી જવું સારું…” એમ કહીને એ છૂટા મોંએ રડી પડી.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ

જિંદગીનાં કેટલાંક રહસ્યો ચપટી વગાડતામાં ખૂલી જતાં હોય છે અને કેટલાંક રહસ્યો પર પડદો ઢંકાયેલો જ રહે છે. એથી રહસ્ય લાગે ત્યારે એને ઉકેલવાની મથામણ કરવી જ નહિ. તો જ જિંદગી જીવવાની મજા આવે.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૨ – પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત

પુરુષ-ચિત્ત આક્રમક હોય અને બુધ્ધિથી વધુ વિચારે, જ્યારે સ્ત્રી-ચિત્ત સમર્પિત થઈ જાય અને લાગણીથી વિચારે… નયન ભલે પુરુષ હોય, એનું ચિત્ત તો સ્ત્રીનું જ છે. જેમ હું સ્ત્રી છું. પણ મારી પાસે પુરુષનું ચિત્ત છે!

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા?

લગ્ન એટલે કે બે સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાની સ્વતંત્રતા માટે પરસ્પરની પરતંત્રતાનો સ્વીકાર કરે. મને તો આ રીતે પરસ્પરની પરતંત્રતા પણ ખપતી નથી. લગ્ન કરીને જે મેળવી શકાતું હોય એ લગ્ન વિના પણ મળી શકતું હોય તો લગ્ન કરવાની શી જરૂર છે?

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?

કોઈ પણ વાસ્તવિકતાનો સ્વસ્થ રીતે સામનો કરવામાં જ મજા છે. એનું કારણ એ છે કે, આપણે અસ્વસ્થ થઈએ કે ચિંતામાં પડી જઈએ એથી મૂળ પરિસ્થિતિ તો બદલાતી નથી જ. એમાં આપણી ચિંતા કે અસ્વસ્થતા ભળે છે એથી પરિસ્થિતિ ઓર અઘરી બની જાય છે…..

લીલો ઉજાસ – પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?

આપણે માણસો જ એકલા એવા છીએ જે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. આ જગતમાં બીજું કોઈ ભવિષ્યની ચિંતા કરતું નથી. કાલ આપણે જોઈ નથી અને આજ આપણી નજર સામે છે… અને તમને એવી ખાતરી છે કે કાલ માટે કરેલી કોઈ પણ વ્યવસ્થા કાલે કામ લાગવાની જ છે?

લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?

સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈContinue reading “લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?”

લીલો ઉજાસ – પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી

વિનોદિનીબહેને જોયું કે મનીષાના ચહેરા પર અચાનક ભાવ ઊપસી આવ્યા હતા અને એની આંખોમાં એક ક્ષણ માટે અનેરી ચમક આવી ગઈ હતી. સોનું એના ખભા પર હજુ લટકાવી રાખેલી હેન્ડ બેગ પલંગ પર ફંગોળીને મનીષાને વળગી પડી અને એના કપાળને ચૂમી લીધું. વિનોદિનીબહેન જોઈ શક્યાં કે મનીષાના ચહેરા પર પણ કોઈ અજબ સંતોષની રેખાઓ ઊપસી આવી હતી. એમને સોનુ અને મોનુનું આજનું આ મિલન અલૌકિક લાગતું હતું.

લીલો ઉજાસ – પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ

અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે સ્વાભાવિક જ બધાંની નજર અર્ચના પર સ્થિર થઈ ગઈ. જનાર્દનભાઈએ અર્ચનાને કહ્યું, “તને ખબર હોય તો બોલી નાખે. એણે કોઈ જવાબદારી અધૂરી છોડી હોય તો એ પૂરી કરવાની આપણને સમજ પડે!”