લીલો ઉજાસ – પ્રકરણ -૨૬ – સામાન્ય જિંદગીની શરૂઆત

‘લીલો ઉજાસ’ના ૨૬મા પ્રકરણમાં ઉદયે આત્મ હત્યા કેમ કરી તેના મનોવૈજ્ઞાનિક કારણો સોનલ રજૂ કરે છે. મનીષા પોતાના જીવનમાં સ્વાભાવિક રીતે ગોઠવાતી જાય છે. એક કોચિંગ ક્લાસમાં નોકરીએ પણ જોડાય છે. નયન મનીષા લગ્ન કરવા ઇચ્છે છે કે નહીં તે જાણવા ઉત્સુક છે. મનહરભાઈ મનીષાના પુનર્લગ્ન માટે એવા છોકરાઓની વાત લઈ આવે છે કે, મનીષાનું લગ્ન પરથી મન જ ઊઠી જાય છે.

લીલો ઉજાસ – પ્રકરણ – ૨૫ – તાંત્રિક રતુકાકાની વિધિઓ

૨૫મા પ્રકરણમાં ઉદય અને મનીષા વચ્ચે આવેશમાં બોલચાલના કિસ્સાઓ વધવા લાગ્યા. એવામાં તાંત્રિક રતુકાકાની વિધિ કરાવવા ઉત્સુક ઉદયની લાગણીઓ પર મનીષાએ તર્કનું ઠંડું પાણી રેડી દીધું. હતાશ ઉદયે છેવટે આત્મ હત્યાનું શરણું લીધું.

લીલો ઉજાસ – પ્રકરણ – ૨૪ – નનામા ફૉનથી પરેશાન મનીષા

૨૪મા પ્રકરણમાં મનીષાને લાગી રહ્યું હતું કે, સોનલ એને માટે અવલંબન બની રહી છે. નયન સાથેની મુલાકાતમાં એ પ્રેમમાં છે, તેની જાણ થઈ, પણ એ મનીષા જ છે એવું ન કહ્યું. મનીષા પર રોજ કોઈ નનામા ફૉન આવતા હતાં, તેનાથી તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી. સોનલ ચીનની યાત્રાએ જઈને પરત આવી.

લીલો ઉજાસ – પ્રકરણ – ૨૩ – વહેરાતાં સપનાં

૨૩મા પ્રકરણમાં ઉદય અને મનીષા દેશના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રભારીની મુલાકાત લે છે. ડૉક્ટર તેઓની સેક્સની સમસ્યા વિશે વિસ્તારથી સમજાવે છે. મુલાકાત પછી ઉદયને લાગે છે કે જિંદગીના તેના તમામ સપનાંઓ વ્હેરાઈ ગયાં છે.

લીલો ઉજાસ – પ્રકરણ – ૨૨ – સોનલની બિયર પાર્ટી

ત્રણેય જણે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની સામે આવેલી કેપ્ટન કૂક રેસ્ટોરાંમાં ગયાં હોટેલની સજાવટ સરસ હતી. આછો પ્રકાશ રેલાતો હતો. ત્રણે જણ જઈને ખૂણાના એક ટેબલ પર બેઠાં. સોનલે મેનુ કાર્ડ ઉદય તરફ સરકાવતાં કહ્યું, “મોનુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તમે બંને લગ્ન પછી પહેલી જ વાર આવ્યાં છો. એટલે તમને ટ્રીટ કરવામાં મારે આજે કોઈ કચાશ રાખવી નથી. પહેલાં બોલો વહીસ્કી, રમ કે જીન…?”

લીલો ઉજાસ – પ્રકરણ – ૨૧ – તીવ્ર વિષાદની ચુંગાલ

“ભગવાને આપણને આંખો જોવા માટે અને કાન સાંભળવા માટે જ આપ્યાં છે ને? પણ ઘણા માણસો જન્મથી જ આંધળા કે બહેરા નથી હોતા? એ લોકોને કશું જ નહિ દેખાતું હોય કે કશું જ નહિ સંભળાતું હોય? કદાચ એમના જોવામાં અને આપણા જોવામાં કે એમના સાંભળવાના અને આપણા સાંભળવામાં ફેર હશે… પણ એ લોકો ય જીવી તો શકે જ છે ને?”

લીલો ઉજાસ – પ્રકરણ – ૨૦ – તમારી તકલીફનો કોઈ ઈલાજ નથી.

ડૉક્ટર આઈ. સ્વરાજ તો બસ-કંડક્ટર હતો અને એને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા પછી એણે આ ધંધો શરૂ કર્યો હતો. એણે બે-ત્રણ આર.એમ.પી. ડૉક્ટરોને નોકરીએ રાખ્યા હતા. એનો અને એના ક્લિનિકનો ભપકો જોઈને લોકો લૂંટાતા હતા. ગઈકાલે રાત્રે જ રેડ પડી છે અને અત્યારે આ લેભાગુ ડૉક્ટર જેલની હવા ખાય છે. તમે જોજો ને, એમાંથીયે એ પૈસા ખવડાવીને છૂટી જશે અને ફરી પાછી એની દુકાન ધમધોકાર ચાલવા માંડશે.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૯ – સેક્સ ક્લિનિકના ડૉક્ટર સાથે મુલાકાત

મનીષાએ ઉદયની વિશેષ કાળજી લેવા માંડી જેથી એને જરા સરખી પણ એવી લાગણી ન થાય કે મનીષા મારી ઉપેક્ષા કરે છે અથવા એના મનમાં જાતીય અસંતોષની ફરિયાદ છે. મનીષાએ એ પણ જોયું કે રાત નજીક આવે છે અને ઉદય ઉદાસ થઈ જાય છે. આથી એણે રાત્રે પણ એવા ઉપાયો અજમાવ્યા કે ઉદય કોઈ સાહસ કરવાનો પ્રયત્ન ન કરે. કારણ કે કોઈ પણ સાહસ કરવા જતાં એની હતાશાનો ગુણાકાર જ થવાનો હતો.

લીલો ઉજાસ – પ્રકરણ – ૧૮ ઉદયની હતાશ મનોદશા

મોટે ભાગે આવી બાબતોમાં માનસિક કારણો જ જવાબદાર હોય છે. હું તો જેટલું ભણી છું અને જેટલું સમજી છું એમાં મને કશું પકડાતું નથી. પરંતુ આપણે વડોદરા ગયા પછી કોઈ મનોવિજ્ઞાની કે મનોચિકિત્સકને મળીએ અને એની સારવાર લઈએ તો મને ચોક્કસ ખાતરી છે કે પ્રોબ્લેમ વિલ બી ઓવર

લીલો ઉજાસ – પ્રકરણ -૧૭ – લગ્નની પહેલી રાત!

ઊંઘ બહુ ચાલાક ચીજ છે. એના જેટલું ભાગ્યે જ બીજું કોઈ છેતરી શકે છે. આંખમાં ઘોડાપૂરની જેમ ઊંઘ ઉમટી આવી હોય ત્યારે તો છેતરવા માટે ઘડીવાર માટે આંખ પાછળ સંતાઈ જાય છે અને પોતાની ગેરહાજરીનો આભાસ ઊભો કરે છે.