૨. કારણ અને નિમિત્ત

જ્ઞાનીઓ કહે છે કે સાચી ઓળખ નામ તો નથી, આ દેહ પણ નથી, કુળ કે વંશ નથી કે વતન પણ નથી. સાચી ઓળખ આત્માની ઓળખ છે. પરંતુ બીજી બધી મિથ્યા દુન્યવી ઓળખો અપનાવી લઈને માણસ પેલી સાચી ઓળખને બાજુ પર મૂકી દે છે. એથી જ કહ્યું છે કે દરેક માણસ આ સંસારમાં ભટકીને છેવટે ખોવાઈ જાય છે. એ પોતાને જ જડતો નથી.

૧. પ્રશ્ન અને પ્રાશ્નિક

      મહારાષ્ટ્રમાં પુણે પાસે ખંડાલાની પડોશમાં આવેલું લોનાવલા આમ તો એક પર્યટન-સ્થળ છે. પરંતુ આ નગરમાં વર્ષો પહેલાં સ્વામી કુવલયાનંદજીએ સ્થાપેલું યોગવિદ્યા અને યોગ શિક્ષણનું એક તીર્થધામ ‘કૈવલ્ય ધામ’ પણ આવેલું છે. આ સંસ્થા એટલે પ્રકૃતિની ગોદમાં ગેલ કરતું નિર્દોષ બાળક. અહીં પ્રકૃતિ મન ભરીને વરસી છે. અહીંની હવાના સૌજન્યનો પરિચય એના પ્રત્યક્ષ અનુભવ વિના… Continue reading ૧. પ્રશ્ન અને પ્રાશ્નિક

પ્રાસ્તાવિક – શિખરયાત્રા – જીવનના દર્શનનો વિચારયજ્ઞ

બૌદ્ધિક સર્જકતાના ઉન્નત અને અનન્ય આયામો પ્રગટ કરતી દિવ્યેશભાઈની ‘નંદનવન‘ કૉલમ ‘લોકસત્તા-જનસત્તા’માં ચાલતી હતી ત્યારે મેં તેમની એ કૉલમ વિષ લખેલું કે સામાન્ય કે બુદ્ધિશાળી સર્જકના વિચાર જ્યાં અટકે છે ત્યાંથી દિવ્યેશભાઈના વિચારો આગળ ચાલે છે. હવે ‘શિખરયાત્રા’ના યાત્રી દિવ્યેશભાઈને બૌદ્ધિક નહિ પણ પ્રાજ્ઞ વ્યાયામ બહુ દ્રઢતાથી આદરતા જોયા ને સુખદ આશ્ચર્ય લાગ્યું કે તેઓ બદલાઈ ગયા છે. અને એમનો બદલાવ હૃદયને ગમ્યો.
– દેવહુમા

આમુખ – અનુભૂતિની યાત્રા

અધ્યાત્મનો મર્મ એમાં ડૂબકી લગાવ્યા વિના પામી શકાતો નથી. દરિયાના કિનારા પર સદીઓ સુધી બેસી રહ્યા પછી પણ દરિયાના ઘુઘવાટનો કે એનાં ઊંડાણનો સચોટ પરિચય મળતો નથી. દરિયામાં ઊતરે અને એના તળ તરફ ગતિ કરે એને જ દરિયો ઓળખાય છે. એટલે જ ધર્મને કે અધ્યાત્મને અનુભૂતિ સાથે સીધો સંબંધ છે. અનુભૂતિમાં જે જ્ઞાન છે એ પુસ્તકો, શાસ્ત્રો કે પ્રવચનોમાં નથી. એ તો બધી દીવાદાંડીઓ છે અને દીવાદાંડીઓ દરિયો નથી.