આ ક્ષણે લગભગ ૪૩ વર્ષ પહેલાંની વાત એ જ સ્વરૂપમાં અનુભવી રહી છું. કોઈ પણ વ્યક્તિ એની જિંદગીમાં ગમે તેટલા શિખરો સર કરે કે વ્યાવસાયિક ક્ષેત્રમાં ગમે તેટલી નામના પ્રાપ્ત કરે પણ હ્રદયના ખૂણામાં તો ‘પપ્પા’ એ ‘પપ્પા’ જ હોય છે. એમનું વ્હાલ ઉભરે ત્યારે તો સમગ્ર આકાશ પ્રેમ બનીને વરસતું હોય છે.
Category: મલય શાહ
દિવ્ય મંજિલ રૂપી નેષ્ચર – જીવન ગીતાનો મૌન સંદેશ
પ્રકૃતિ આપણને સદાકાળથી પોતાના સ્વરૂપ થકી આ જ સંદેશો સમજાવી રહી છે. અસ્તિત્વ સાથે ઓતપ્રોત થઈને શાણપણ(જ્ઞાનપૂર્વક)થી જીવીને, ભક્તિના માર્ગને અનુસરતાં કર્મ કરતાં જાઓ.. જીવનની પ્રત્યેક ક્ષણ ફળ સ્વરૂપ બનતી જ રહેશે. આવી જ અનુભૂતિ ડિવાઈન ડેસ્ટિનેશન – ઑર્ગેનિક ફાર્મ હાઉસ ખાતેની મુલાકાતમાં થઈ.
૧૦. રણઃ પૃથ્વીનો ખુદનો સંન્યાસ
મન, બુદ્ધિ, અહંકાર બધું જ ઓગળતું જતું હતું. વાતાવરણમાંથી જાણે અજ્ઞાત રીતે સતત કોઈ સંદેશો આપી રહ્યું હતું, પણ એને ઝીલવાની તાકાત બચી જ નહોતી. વિચારો બિલકુલ સાથ છોડી રહ્યા હતા. વિસ્મયભરી નજરે આંખો માત્રને માત્ર આશ્ચર્યમાં ગરકાવ થઈ રહી હતી. રણનું ખાલીપણું ભીતરને પણ જાણે શૂન્ય કરી રહ્યું હતું. રણ એટલે બીજું કંઈ નહીં પણ પૃથ્વીએ પોતે લીધેલો સંન્યાસ!
૯. પ્રકૃતિની ગોદમાં સુખથી છલકતું ગામ – સુખપુરા
સુખપુરા ગામની મુલાકાતે પ્રેમ અને આનંદનો અનુભવ કરાવ્યો તો જીવનની અસલી ઓળખાણ પણ કરાવી. ખેડૂતને જગતનો તાત કેમ કહે છે, તેનો બોધ થયો. પ્રત્યેક નાગરિકને છ મહિના લશ્કરની અને છ મહિના ખેતીવાડીની તાલીમ ફરજિયાત આપવી જોઈએ, જેથી તે દેશ અને અન્નનું મહત્ત્વ સમજે, તેના પ્રત્યે સંવેદનશીલતા કેળવે અને તેનો બગાડ થતાં અટકાવે.
સ્વામી અમન અને એમના માતૃશ્રી શ્રી જયાલક્ષ્મી સાથે એક દિવ્ય મુલાકાત
મા જયાલક્ષ્મીનું ૯૧ વર્ષની ઉંમરે એક પણ દવાની ટિક્ડી વગરનું સ્વસ્થ જીવન પોતે જ એક સિદ્ધિ છે.
દેવાંગ રાવલ અદ્ભુત ચિત્રકાર છે. ધ્યાનની પ્રક્રિયામાં ઊંડા ઊતરીને ચિત્રને જન્મ આપે છે.
૭. ઑક્યુરા – આંખોને અજવાળતો આશ્રમ
આમ તો શરીરનું પ્રત્યેક અંગ કે કોષ એની જગ્યાએ મહત્ત્વપૂર્ણ છે, પણ આંખો એટલે શરીરનું અનમોલ રતન. જિંદગીના મોટાભાગના રહસ્યોને આપણી સામે ખોલે, અને વિશ્વને રૂબરૂ સંપર્કમાં રાખે. એની કાળજી અને સારવાર માટે હૉસ્પિટલ પણ રતન હોવી ઘટે.. આવી હૉસ્પિટલ એટલે ઑક્યુરા આઈ કેર હૉસ્પિટલ..
૬. ‘મોહનથી મહાત્મા’ ૧૫૦ મિટર લાંબા ચિત્ર માટે રમેશ હાલારીને વિશ્વ-ઍવોર્ડ
‘મોહનથી મહાત્મા’ ૧૫૦ મિટર લાંબા ચિત્ર માટે
રમેશ હાલારીને ‘હાઇ રેન્જ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડસ’ તરફથી પ્રમાણપત્ર અને સુવર્ણચંદ્રક ગાંધીજયંતીએ એનાયત થયા. ૦૨/૧૦/૨૦૨૦
૫. પ્રજ્ઞા પટેલનું ‘રેવા-ગ્રામ’ – સ્વથી સ્મસ્ત સુધીનું ઉર્જાકેન્દ્ર
‘રેવા-ગ્રામ’ સંસ્થાના ભૂમિપૂજન નિમિત્તે થયેલો અલૌકિક અને દિવ્ય અનુભવ – તા. ૨૬/૦૯/૨૦૨૦
સ્વર્ગના સરનામે પૂ. મમ્મીને પત્ર
પૂજ્ય મમ્મીના દેહાવસાનને આજે તિથિ અનુસાર પાંચ વર્ષ પૂરાં થયાં, પણ આજની જ ઘટના લાગે છે. એક પણ ક્ષણ એવી નથી જતી કે તેનું સ્મરણ થતું ન હોય અને તેની ખોટ વધુ ને વધુ તીવ્ર બનતી ન હોય.
આજે તેને સ્વર્ગના સરનામે પત્ર લખ્યો છે.
૩. હાસ્ય કસુંબલ – ૩
જજ સાહેબે ચતુરને કાર એક્સિડન્ટના કેસમાં માસૂમ સમજીને છોડી કેમ મૂક્યો?
ચતુર પોતાની ફજેતી હોશિયારીપૂર્વક કેવી રીતે કહેતો હતો?
ચતુર તરસનો ઝડપી ઉકેલ કેવી રીતે લાવ્યો?