૭. સમયની મોસમ

જન્મ પછીની પ્રત્યેક ક્ષણ આમ તો મૃત્યુ સુધીની સફર જ છે, પણ જીવવાની દોડ જીવવા પણ દેતી નથી અને મૃત્યુનો ભય પીછો છોડતો નથી.

૮ કેટલું-તેટલું

જીવન વર્તમાન ક્ષણમાં જ છે, પણ મન તો ભૂતકાળ અને ભવિષ્યમાં અટવાય છે, તેને કેટલું લીધું અને એટલું આપ્યું એમાં જ રસ છે, અને જીવન તો વહ્યે જાય છે.