૧૭. કુદરતનાં એરકન્ડીશનર

અમદાવાદ જેવા શહેરોમાં ત્રણ ઋતુઓ હોય છે- ગરમીની, વધુ ગરમીની અને કાળઝાળ ગરમીની આવા શહેરમાં એક લાખ વૃક્ષો હોય તો શહેરને એક જ ઝાટકે દસ લાખ એર-કન્ડીશનર મશીનોની ઠંડક મળે!

૧૧. આપણા ઈરાદા સુંદર નથી!

11. Our intentions are not good! વન અને વનરાજીનું એક લક્ષણ એની સુંદરતા છે. પરંતુ એમની તરફ ખેંચાતી આપણી નજરો સુંદર નથી, આપણા ઇરાદા જ દૂષિત છે. જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર નિભાવે છે, પરંતુ એ રક્ષકોના હાથે જ જંગલોનું ભક્ષણ થતું રહે છે. જંગલમાં વસતાં પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા પાછળ પણ… Continue reading ૧૧. આપણા ઈરાદા સુંદર નથી!

૭. શોધી તો કાઢ્યું, પણ પછી શું?

આપણા દેશના કુલ ૨૩ ટકા વિસ્તારમાં વન સંપત્તિ છે. પરંતુ ઉપગ્રહોની ઇલેકટ્રોનિક આંખો આ તારણ સાથે સંમત નથી. ઉપગ્રહો કહે છે કે આપણા દેશના ૧૦ થી ૧૨ ટકા વિસ્તારમાં જ જંગલો રહ્યાં છે. એમાંથી મોટા ભાગના વિસ્તારમાં તો વૃક્ષો માત્ર કહેવા પૂરતાં જ ઊભાં છે.

૬. નગર તો વસ્યું, જંગલનું શું?

ઉદ્યોગોએ દેશની સૂરત પલટી નાંખી છે એનો કોણ ઇનકાર કરશે?
પરંતુ સૂરતને પલટવા જતાં સીરત પણ પલટાઇ ગઇ છે એનું શું? વિકાસની દોટમાં આપણે જે કંઇ ગુમાવવાનું આવે એને ‘કોમ્પેન્સેટ’ કરવાની કોઇ વાત જ નહિ?

૨. દિમાગના બંધ દરવાજા!

એક તરફ ઉદ્યોગો આર્થિક સમૃધ્ધિ ભણી દોરી જાય છે તો બીજી તરફ પર્યાવરણના નામે આપણને દિવસે દિવસે વધુને વધુ ગરીબ બનાવતાં જાય છે.
હવા અને પાણીના પ્રદૂષણમાં સતત એકધારો વધારો થતો જાય છે. છેલ્લાં પંદર વર્ષમાં હવામાં સડેલાં ઇંડાંની વાસ ધરાવતા સલ્ફર ડાયોકસાઇડ વાયુનું પ્રમાણ ત્રણ ગણું થઇ ગયું છે. દર વર્ષે બસ્સો લાખ ટન સલ્ફર ડાયોકસાઇડ હવામાં ભળે છે.