૧. ધુમાડાની બુલેટ

1. Bullets of Smoke જમીનનો ટુકડો ખાલી જોયો નથી કે ત્યાં ભૂંગળાં ઊભાં કરી દેવાની હોડ લાગી નથી. ઉદ્યોગોના વિસ્તરણ સામે આંધળો વિરોધ કરવાનો પણ અર્થ નથી. આર્થિક સમૃદ્ધિ માટે  ઉદ્યોગો એટલા જ જરૂરી છે. પરંતુ જમીનની જરૂરિયાત, હરિયાળીની માવજત કે એવી બીજી બાબતોને ધ્યાનમાં લીધા વિના જ માનવ સમાજની વચ્ચે ભૂંગળાંની હારમાળા ખડકી દેતી… Continue reading ૧. ધુમાડાની બુલેટ

‘અંધકારનો ઉજાસ’ – પ્રકાશકીય

અમારી પ્રકાશન સંસ્થા તરફથી જીવનોપયોગી પ્રકાશનો તો પ્રગટ થાય છે એ હકીકત પુસ્તકોની દુનિયામાં જાણીતી બની ગઈ છે. પર્યાવરણનો પ્રશ્ન અને જીવનનો પ્રશ્ન જુદો નથી. પર્યાવરણનું બીજું નામ જ ‘જીવન’ છે એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી .       ભાઈ શ્રી દિવ્યેશ ત્રિવેદીની પર્યાવરણને લગતી લેખમાળા ‘સમભાવ’ દૈનિકમાં મેં વાંચી હતી ત્યારથી એ પુસ્તકાકારે પ્રગટ… Continue reading ‘અંધકારનો ઉજાસ’ – પ્રકાશકીય

અંધકારનો ઉજાસ – પ્રાસ્તાવિક

પંડિત કેશવદેવજીએ વનસ્પતિ વિષે, જંગલો વિષે, પક્ષીઓ વિષે અને પ્રાણીઓ વિષે ખૂબ વાતો કહી. એ વખતે એમણે કહેલા બધા જ શબ્દો તો યાદ નથી, પરંતુ એટલું સમજાયું હતું કે વૃક્ષ અને વનસ્પતિ તો આપણા જીવનનાં અનિવાર્ય અંગ છે, ફૂલો પૃથ્વીની આંખો છે. એનું નિકંદન કાઢવું એ ગંભીર અપરાધ છે અને એમનું જતન કરવું એ આપણી પવિત્રમાં પવિત્ર ફરજ છે.

અંધકારનો ઉજાસ – આમુખ

દિવ્યેશ ત્રિવેદી લિખિત ‘અંધકારનો ઉજાસ’ લેખમાળા ‘સમભાવ’ દૈનિકમાં ૧૯૯૦માં પ્રગટ થઈ હતી અને પછી ડિસેમ્બર ૧૯૯૦માં જ તેનું પુસ્તક સ્વરૂપે મુકુન્દભાઈ પી. શાહે કુસુમ પ્રકાશન તરફથી પ્રગટીકરણ કર્યું હતું. આ પુસ્તકના એકે એક શબ્દને આજના સમય સાથે સીધેસીધી લેવા દેવા છે. જાણે આજની જ વાત હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. દિવ્યેશ આજે સદેહે મોજૂદ નથી, પણ આજના જીવનને લઈને એમણે આજ વ્યથા ફરી દોહરાવી હોત. અને કદાચ ‘ઉજાસનો અંધકાર’ એવી કોઈ બીજી લેખમાળા પ્રસિદ્ધ કરી હોત!