લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ – ४ પુરૂષની ભ્રમરવૃત્તિ

સોનલના અનુભવો એને એ વિચારવા પ્રેરે છે કે, પૈસો અને સમૃધ્ધિ માણસના સૌથી મોટા દુશ્મન છે. પૈસો હોય છે ત્યાં લાગણી ગાયબ થઈ જાય છે. પૈસાદારને પ્રતિષ્ઠાની કે લાગણીની કોઈ કિંમત નથી હોતી અને એ દરેક ચીજને ખેલ સમજે છે. પૈસો માણસના અહંકારને એટલો બધો ભરી દે છે કે એને માણસની પણ કિંમત રહેતી નથી.

૨. કારણ અને નિમિત્ત

જ્ઞાનીઓ કહે છે કે સાચી ઓળખ નામ તો નથી, આ દેહ પણ નથી, કુળ કે વંશ નથી કે વતન પણ નથી. સાચી ઓળખ આત્માની ઓળખ છે. પરંતુ બીજી બધી મિથ્યા દુન્યવી ઓળખો અપનાવી લઈને માણસ પેલી સાચી ઓળખને બાજુ પર મૂકી દે છે. એથી જ કહ્યું છે કે દરેક માણસ આ સંસારમાં ભટકીને છેવટે ખોવાઈ જાય છે. એ પોતાને જ જડતો નથી.

૧. પ્રશ્ન અને પ્રાશ્નિક

      મહારાષ્ટ્રમાં પુણે પાસે ખંડાલાની પડોશમાં આવેલું લોનાવલા આમ તો એક પર્યટન-સ્થળ છે. પરંતુ આ નગરમાં વર્ષો પહેલાં સ્વામી કુવલયાનંદજીએ સ્થાપેલું યોગવિદ્યા અને યોગ શિક્ષણનું એક તીર્થધામ ‘કૈવલ્ય ધામ’ પણ આવેલું છે. આ સંસ્થા એટલે પ્રકૃતિની ગોદમાં ગેલ કરતું નિર્દોષ બાળક. અહીં પ્રકૃતિ મન ભરીને વરસી છે. અહીંની હવાના સૌજન્યનો પરિચય એના પ્રત્યક્ષ અનુભવ વિના… Continue reading ૧. પ્રશ્ન અને પ્રાશ્નિક