૫૭. જરી ય જંપ નથી.

ભૌતિક જીવનની આંધળી દોડમાં શ્વાસ લીધા વગર ભટક્યા કરવાનો આ રોગ ક્યાં જઈને અટકશે? કેમ કોઈને ય જરીક પણ જંપ નથી?

૪૩. નિરાંત લાગે છે!

કોણ જાણે શું મેળવવાની દોડમાં નિરાંતનો શ્વાસ પણ લીધો નથી. ભયંકર થાકી ગયા પછી કંઈક નાની સરખી ઘટના પણ આશ્વાસન બની જતી હોય છે.

૪૨. શું જરૂરી?

બંધન વગર મુક્તિ નથી. અને ક્યાંય કોઈ જંપ નથી. આપણે સહુ સાથે હોઈએ તો ય કેટલીય અદ્રશ્ય દીવાલોમાં જકડાયેલા જોઈએ છીએ.

૪૧. આખરી વિસામો

આપણે સહુ કદાચ પોતાને માટે ભાગ્યેજ જીવતા હોઈએ છીએ. અને એમાં જ જીવન પસાર થઈ જાય છે. મૃત્યુ જ આખરી વિસામો છે, પણ આપણે તો કેટકેટલા ટૂકડાઓમાં જાતને વહેંચી દીધી હોય છે.

૪૦. સરકતું જીવન

જીવન બે વિરોધોને સમાવી લે છે, એક શ્વાસ ત્યારે જ લઈ શકાય છે, જ્યારે એક શ્વાસ બહાર છોડ્યો હોય છે. મિલન પણ ત્યારે જ સંભવે છે જ્યારે વિદાય થઈ હોય છે.

૩૯. શોરબકોર

સ્ત્રીએ પહેલી વાર પોતાના અસ્તિત્ત્વની ઓળખ કરી છે, પણ સમાજને એ મંજૂર કેવી રીતે હોય?

૩૮. છોડી દે!

વ્યક્તિ ક્યારેક અહં અને અભિમાનને કારણે દંભ કરી બીજાને તો છેતરે જ છે પણ પોતાને પણ છેતરે છે!

૪૦. સાથિયો

પ્રત્યેક પળે કાળ સામો જ ઊભો છે, પણ સમયના પ્રવાહમાં વહીને સજગ રહીને શુભ ભાવનાઓને જાગૃત કરવી છે.

૩૯. તથ્યની હત્યા

દેખિતું તથ્ય અને ભીતરના સત્ય વચ્ચે બહુ અંતર હોય છે. આ અંતરને ઘટાડવા માટે બે વિરોધો વચ્ચેની સમતુલાને સમજવી જરૂરી છે.

૩૮. તૃપ્તિનો શાપ

જિંદગી આ ક્ષણમાં જ છે, પણ સપનાંઓને તો યુગોનો વિસ્તાર જોઈએ! અપેક્ષાઓનો કોઈ જ અંત નથી. કેમ કે ક્યાંય તૃપ્તિઓનો અહેસાસ જ નથી!