૧૦. ગુસ્સાનાં વિનાશકારી ઘોડાપૂર!

આપણને ગુસ્સો ક્યારે આવે છે? ગુસ્સો આવ્યા પછી કેટલીય વાર તો પસ્તાવો કરીએ છીએ. આપણે બે જ પરિસ્થિતિમાં ગુસ્સે થતાં હોઈએ છીએ – આપણે ખોટા પડીએ અને બીજાઓ સાચા હોય ત્યારે આપણો અહમ્ ઘવાતાં આપણે ગુસ્સે થઈએ છીએ અને આપણે સાચા હોઈએ ને બીજાઓ આપણી વાત સ્વીકારતાં ન હોય ત્યારે ગુસ્સો આવે છે. એનો અર્થ એ કે, જો આપણે સાચા હોઈએ તો ગુસ્સો કરવાની જરૂર નથી અને ખોટા હોઈએ તો ગુસ્સે થવાનો આપણને અધિકાર નથી.