૨. વર્ગખંડ વાર્તાલાપ

વર્ગખંડ શબ્દ સાંભળીએ કે તરત શિક્ષક બોલતા હોય અને કેટલાક વિદ્યાર્થીઓ સાંભળતા હોય, કોઇ લખતું હોય, કોઇ વાતો કરતું હોય તેવું એક દ્રશ્ય માનસપટ પર ઉપસી આવે. પણ જ્યારે આપણે વર્ગખંડ વાર્તાલાપ એવી ઉક્તિ પ્રયોજીએ છીએ ત્યારે માત્ર શિક્ષક બોલે છે અને વિદ્યાર્થી સાંભળે છે તેવા એકપક્ષી પ્રત્યાયનની વાત નથી. વિચારોની આપલે બંને પક્ષે થાય છે. એટલે, વાર્તાલાપ એવો શબ્દ દ્વિધ્રુવી પ્રક્રિયા છે એમ જણાવે છે.

૧. અભ્યાસક્રમમાં ભાષા – વિષયનો ઉદ્ભવ

માત્ર એક કલ્પના તરીકે જ વિચારીએ કે જો આપણી પાસે ભાષા ન હોત તો શું થાત? આ પ્રશ્નની સાથે જ અનેક વિચારો ઝબકી ગયા હશે, જેમ કે, શાળા- મહાશાળાઓનું તો અસ્તિત્વ જ નહોત, ભણવા-ભણાવવાની ઝંઝટ જ ન હોત, પરીક્ષા જ ન આપવી પડત, આપણે વાતચીત જ ન કરી શકત, કવિતાઓ-વાર્તાઓ સર્જાઇ જ ન હોત, ગીતોને બદલે વાદ્ય સંગીત જ સાંભળતા હોત, ઇશારાઓથી જ કામ ચાલતું હોત અને સેલફૉન પર વાત કે મેસેજની આપ લે કેવી રીતે થાત!

અભ્યાસક્રમમાં ભાષા – આમુખ

એક બાજુ માતૃભાષાના અસ્તિત્ત્વ સામે જોખમો તોળાઇ રહ્યા છે, ગુજરાતી ભાષાની પોતાની અસ્મિતા જોખમમાં મૂકાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એ સંજોગોમાં બાળક માતૃભાષાને ગૌરવ પૂર્વક શીખે, અન્ય ભાષાઓ પણ આદરપૂર્વક શીખે તેવું વાતાવરણ સર્જવાની જરૂરિયાત છે. વર્ગખંડો બહુભાષી બન્યા છે. એકથી વધુ ભાષા આવડે તો વિવિધ સંસ્કૃતિ અને વૈશ્વિક સ્તરે આંતરક્રિયા કરવાનું સરળ બને છે. આમ, શિક્ષકે પોતે પણ વિવિધ ભાષાઓ સાથે પોતાને સંલગ્ન કરવી પડશે. શિક્ષક પાસેની અપેક્ષાઓ વિસ્તરી છે. આ ભૂમિકાને કેન્દ્રમાં રાખીને આજના બહુભાષી સમાજમાં શિક્ષકે અધ્યાપન કરવાનું છે અને વિદ્યાર્થીના વિકાસમાં સાચા અર્થમાં સહયોગી બનવાનું છે.

૩. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

“એ વિચારે ફૂલે ગજ ગજ છાતી,
હું ને મારી ભાષા બંને છે ગુજરાતી.”
– કવિ શ્રી નર્મદ
જય જય ગરવી ગુજરાત – ‘વિશ્વ ગુજરાતી ભાષા દિન’ની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન
આપ સહુ સાથે ગુજરાતીનું ગૌરવ કરું અને થોડી ચિંતા પણ!! મળીએ મળતાં રહીએ – ગુજરાતીમાં!