૨૭. તાણ: વીંધી નાંખતું બાણ!

માનસિક તાણ હંમેશાં ખરાબ જ હોય છે એમ માની લેવાની જરૂર નથી. અમુક હદ સુધી માનસિક તાણ ફાયદો કરી આપતી હોય એવું પણ બને છે. થોડીક માનસિક તાણ થકી કામમાં વધુ ચીવટ આવે છે. કેટલાક માણસો તાણ સર્જે એવી બાબતને એક પડકાર ગણીને ઉપાડી લેતા હોય છે. આવે વખતે તાણ આશીર્વાદરૂપ પુરવાર થાય છે. આવી તાણ ઘણી વાર પ્રેરક બનતી હોય છે. ઘણા માણસો તો માનસિક તાણ હેઠળ જ ઉત્તમ કામ કરી શકતા હોય છે. ક્યારેક વળી કેટલાક માણસો માનસિક તાણને ‘ગ્લેમર’નું રૂપ આપી દેતા હોય છે.

૪. ડર ગયા સો મર ગયા!

કેટલીક વાર શું હોવું એ જેટલું જરૂરી હોય છે એટલું જ જરૂરી શું ન હોવું એ પણ હોય છે. ડરનું પણ એવું જ છે. ડરની ગેરહાજરી એ પણ એક રીતે હિંમતનું જ બીજું નામ છે. ડર માણસનો સાહજિક સ્વભાવ છે. પરંતુ એના પર પ્રભુત્વ મેળવવું એ જ માણસનું લક્ષણ છે.