ર૪. આવતીકાલની ચિંતા આજે!

તોતિંગ મકાનો, બહુમાળી ઈમારતો, રાક્ષસી ઉદ્યોગો, અજગરી સડકો અને ફેફસાં તથા કાનની એરણ પર આક્રમણ કરતાં વાહનોનાં જંગલમાં પ્રકૃતિ તો જાણે ખોવાઈ જ ગઈ છે!
વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે આ બધું જ જરૂરી છે. પરંતુ એકને અપનાવવા જતાં બીજું સદંતર ખોઈ બેસવાથી દાખલો સાવ ખોટો નથી પડતો?

૨૩. સ્વાર્થ પણ ઓળખાતો નથી!

જન્મથી મૃત્યુ સુધી સાથ આપતા વૃક્ષનું જતન કરવું એ બાળકને ઉછેરવા જેવી પ્રાથમિક ફરજ હોવા છતાં સ્વાર્થનો માર્યો માનવી કુહાડીઓ આમથી તેમ ફંગોળ્યા કરે છે. જંગલો ઉશેટીને ત્યાં એને ધુમાડા ઓકતી મસમોટી ચીમનીઓનાં સપનાં આવે છે.

૧૭. કુદરતનાં એરકન્ડીશનર

અમદાવાદ જેવા શહેરોમાં ત્રણ ઋતુઓ હોય છે- ગરમીની, વધુ ગરમીની અને કાળઝાળ ગરમીની આવા શહેરમાં એક લાખ વૃક્ષો હોય તો શહેરને એક જ ઝાટકે દસ લાખ એર-કન્ડીશનર મશીનોની ઠંડક મળે!

૧૬. વનવાસીઓનો પણ વિચાર તો કરવો જ પડશે!

જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર નિભાવે છે. જંગલોને બચાવવા હોય તો વનવાસીઓની જરૂરિયાતોનો પણ વિચાર કર્યા વિના ચાલે નહિ. આ માટે આપણે સામાજિક વનીકરણનો કાર્યક્રમ તો ઉપાડયો, પરંતુ એ પાર કેટલો પાડ્યો?

૧૫. રાચરચીલું શાને માટે?

ઘરની સજાવટ એ અંદરની આવડત છે. લાકડાને બદલે લોખંડ, પ્લાસ્ટિક અને એવી બીજી વસ્તુઓ ન વાપરી શકાય?
એક જબરજસ્ત ઝુંબેશ વિના આ માનસિકતામાં પરિવર્તન નહિ લાવી શકાય.

૧૪. આવા દેખાડા શા કામના?

પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમો અવશ્ય થાય છે, ફોટા પડાવીને તેની જાહેરાતો પણ થાય, પરંતુ તેની જાળવણી કોણ કરે છે? વાવેલા છોડ શું કલાક માટે પણ જીવ્યા ખરા?

૧૩. કુહાડી અને કવિતા!

એક જ જગ્યાએ તપસ્વીની માફક ઊભું ઊભું પણ વૃક્ષ જિંદગીના આરંભથી અંત સુધી માણસ જાતનો સાથ નિભાવે છે. તો ય આપણે જંગલમાં મંગલ કરવા જંગલોને ઉજાડતા જ ગયા છીએ. પરિણામે મંગલનું જંગલ થઇ ગયું છે.

૧૨.વાવજો પછી, પહેલાં બચાવો!

વૃક્ષો વાવવાની ઝુંબેશ પછી, પહેલાં તો જે છે એને બચાવવાની ઝુંબેશ ઉપાડવી પડશે. વૃક્ષોને કપાતાં અટકાવીને એમના જતનની જવાબદારીથી જો નારીને સભાન કરી શકાય તો નારી એને પોતાના બાળકની જેમ સાચવશે.

૧૧. આપણા ઈરાદા સુંદર નથી!

11. Our intentions are not good! વન અને વનરાજીનું એક લક્ષણ એની સુંદરતા છે. પરંતુ એમની તરફ ખેંચાતી આપણી નજરો સુંદર નથી, આપણા ઇરાદા જ દૂષિત છે. જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર નિભાવે છે, પરંતુ એ રક્ષકોના હાથે જ જંગલોનું ભક્ષણ થતું રહે છે. જંગલમાં વસતાં પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા પાછળ પણ… Continue reading ૧૧. આપણા ઈરાદા સુંદર નથી!

૧૦. રણથંભોરની શાન ઝાંખી પડી રહી છે!

રણથંભોર તબાહીના કગાર પર ઊભું છે. પર્યાવરણ દિન, સપ્તાહ અને માસની ઉજવણીઓ થતી રહે છે, માઇક ગજાવાતાં રહે છે, થોકબંધ લેખો લખાય છે અને ટી.વી.ના પડદાને ખીચોખીચ ભરી દેવાય છે, છતાં તબાહીના તાંડવને હાથ દઈ શકાતો નથી!