૫. વાસી જીવન

તૈયારી સાથે જિવાતા વાસી જીવનમાં તાજગી નથી રહેતી. તાજગી એટલે જ ક્ષણે ક્ષણનું જીવન. કદાચ વ્યવહાર – જગતમાં તૈયારી સાથે જીવનાર જ સફળ થતો દેખાય, છતાં એ હકીકત છે કે તૈયારી ભાગ્યે જ કામ લાગે છે. એથી સમજીને જ સહજસ્ફૂર્ત રહેવામાં જીવનનો અર્થ છે!