૩૭. જીવી લઈએ!

સંબંધોમાં આવતાં ઉતાર-ચઢાવને થોડાં ખમી લઈને પણ સાથે જમવાની મજા લઈ લેવી જોઈએ!! જીવનની ક્ષણો ક્યારે બદલાઈ જશે કોને ખબર!!!

૧૧ મહાઉત્સવ

જન્મની વધામણી પણ મૃત્યુનો શોક. ખરેખર તો જીવન અને મૃત્યુ એક સિક્કાની જ બે બાજુઓ છે. મૃત્યુને વધાવીશું તો જ જીવનનો આનંદ લઇ શકીશું. પરમાત્માને તો જ પામી શકીશું.

૪ પ્યારું પ્યારું

મનની ચંચળતાનો કોઇ તાગ નથી. એકની એક બાબત એક ક્ષણે ગમે ને બીજી ક્ષણે નહીં. પણ જીવવું તો છૂટતું જ નથી.

૩. હું પણ…

અસ્તિત્વ બંને ધ્રુવોમાં વસે છે. સત્ય અને અસત્ય, પ્રકાશ અને અંધકાર, સંત અને શેતાન બધાં સરખાં સ્વીકાર્ય. તો દ્વંદ્વ ન રહે.

૨. જન્મ – મૃત્યુ.

જન્મ વિસ્તરતું મૃત્યુ જ છે, એ અહેસાસ થતાં કેટકેટલા જન્મો ચૂકી જવાય છે?

૬ પ્રવેશતી જાઉં છું

પ્રત્યેક ક્ષણે મૃત્યુ તરફનું આપણું પ્રયાણ જો દુન્યવી જગત સાથેનું તાદાત્મ્ય તોડાવી શકે તો!! સાક્ષીભાવનો જન્મ અને કણમાં વિરાટના દર્શન

૧. ‘હું છું’ અને ‘હું નથી’

પોતાના હોવાનું વજૂદ ખાલીખમ લાગે અને શૂન્યતા અનુભવાય ત્યારની મનોવ્યથા

૭. સમયની મોસમ

જન્મ પછીની પ્રત્યેક ક્ષણ આમ તો મૃત્યુ સુધીની સફર જ છે, પણ જીવવાની દોડ જીવવા પણ દેતી નથી અને મૃત્યુનો ભય પીછો છોડતો નથી.