૪૩. નિરાંત લાગે છે!

કોણ જાણે શું મેળવવાની દોડમાં નિરાંતનો શ્વાસ પણ લીધો નથી. ભયંકર થાકી ગયા પછી કંઈક નાની સરખી ઘટના પણ આશ્વાસન બની જતી હોય છે.

૪૨. શું જરૂરી?

બંધન વગર મુક્તિ નથી. અને ક્યાંય કોઈ જંપ નથી. આપણે સહુ સાથે હોઈએ તો ય કેટલીય અદ્રશ્ય દીવાલોમાં જકડાયેલા જોઈએ છીએ.

૪૧. આખરી વિસામો

આપણે સહુ કદાચ પોતાને માટે ભાગ્યેજ જીવતા હોઈએ છીએ. અને એમાં જ જીવન પસાર થઈ જાય છે. મૃત્યુ જ આખરી વિસામો છે, પણ આપણે તો કેટકેટલા ટૂકડાઓમાં જાતને વહેંચી દીધી હોય છે.

૪૦. સરકતું જીવન

જીવન બે વિરોધોને સમાવી લે છે, એક શ્વાસ ત્યારે જ લઈ શકાય છે, જ્યારે એક શ્વાસ બહાર છોડ્યો હોય છે. મિલન પણ ત્યારે જ સંભવે છે જ્યારે વિદાય થઈ હોય છે.

૩૯. શોરબકોર

સ્ત્રીએ પહેલી વાર પોતાના અસ્તિત્ત્વની ઓળખ કરી છે, પણ સમાજને એ મંજૂર કેવી રીતે હોય?

૩૮. છોડી દે!

વ્યક્તિ ક્યારેક અહં અને અભિમાનને કારણે દંભ કરી બીજાને તો છેતરે જ છે પણ પોતાને પણ છેતરે છે!

૩૭. જીવી લઈએ!

સંબંધોમાં આવતાં ઉતાર-ચઢાવને થોડાં ખમી લઈને પણ સાથે જમવાની મજા લઈ લેવી જોઈએ!! જીવનની ક્ષણો ક્યારે બદલાઈ જશે કોને ખબર!!!

૩૬ માયાજાળ

જીવન પ્રતિ ક્ષણ મૃત્યુ તરફની ગતિ છે, ઈશ્વર તો પ્રત્યેક શ્વાસે ટકોરા મારે જ છે, પણ મન આપણું આ ‘મારું’ અને આ ‘તારું’ જાણી અજ્ઞાનવશ સ્વાર્થની દીવાલો જ બાંધ્યા કરે છે.

૩૫. સમજદાર મળે

સમજ કરતાં ગેરસમજનું વિશ્વ જ્યારે ઘેરી વળે ત્યારે જીવન અકારું બની જાય છે. અદ્ધર પદ્ધર શ્વાસોને એક નક્કર આધારની જરૂર હોય છે.

૩૪. હવે મારામાં મને કંઇ પણ જડતું નથી.

શુન્યાવકાશ સર્જાયા પછી ચિત્તની અવસ્થામાં જે સ્થિતિ સર્જાય તેનું શબ્દ ચિત્ર