૩૩. પાનખરની વસંત

સ્ત્રી ગમે તેટલી આગળ વધે તોય એની સાથેનો વ્યવહાર ચર્ચાસ્પદ જ રહ્યો છે, તેને આદર આથે એક અલગ અને અનન્ય વ્યક્તિ હોવાનો દરજ્જો ભાગ્યે જ મળે છે. છતાં તેણે પોતાનું આત્મસન્માન ખેરવીને પણ હરિયાળા જ રહેવાનું છે.

૩૨. કૉરોના કહેર

કોરોના વિશ્વ સંકટે માનવજાતને નવા દ્રષ્ટિકોણથી વિચારવા અને જીવનશૈલી બદલવા મજબૂર કર્યા છે. તમામ વ્યવહારો તેનાથી ગ્રસિત છે. સંબંધોમાં આવેલો બદલાવ અકલ્પનીય છે. આર્થિક તબાહી અને પ્રકૃતિની થપ્પડ માનવને કઇ દિશામાં લઇ જશે તે કલ્પનાતીત છે.

૩૧. સત્યની પરિભાષા

સત્યને શાસ્ત્રોમાં નહીં, પણ જીવાતી પ્રત્યેક ક્ષણમાં અનુભવાય છે. તે ભાવવાચક સંજ્ઞા કરતાં ક્રિયાવાચક સંજ્ઞા વધુ છે.

૩૦. અશાંતિની શાંતિ

જીવનના માર્ગ પર સરળતાની બાદબાકી થઈ ગઈ છે. સામે ચાલીને અશાંતિને પાળી પોષીએ છીએ. અને ચારેબાજુ અશાંતિ હોય ત્યારે જ બધું ઠીક હોય તેવું લાગે છે.

૨૯. સંપૂર્ણ આઝાદી

લોકોની વાહ વાહ માટેની તરસ ખુદથી ખુદને દૂર કરી દે છે. જન્મતાંની સાથે મળેલી માનવ હોવાની આઝાદીને આપણે જ કારાવાસ આપી દઈએ છીએ.

૨૮. પ્રતિશોધ

જીવન નિરંતર પોતાની ખોજ છે. પણ જીવાતું જીવન મંજૂર તો હોતું જ નથી. અને ભીતર બહાર એક ખેંચતાણ રહ્યા કરતી હોય છે.

૨૭. શ્વાસની આવન જાવન

સુખ-દુઃખ, જીવન-મૃત્યુ વચ્ચેના ભેદ ખરી જાય પછી અસ્તિત્વની પરમ કૃપાનો જે અહેસાસ થાય છે, તે આશીર્વાદ દિવ્ય લાગે છે.

૩. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

“એ વિચારે ફૂલે ગજ ગજ છાતી,
હું ને મારી ભાષા બંને છે ગુજરાતી.”
– કવિ શ્રી નર્મદ
જય જય ગરવી ગુજરાત – ‘વિશ્વ ગુજરાતી ભાષા દિન’ની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન
આપ સહુ સાથે ગુજરાતીનું ગૌરવ કરું અને થોડી ચિંતા પણ!! મળીએ મળતાં રહીએ – ગુજરાતીમાં!

૨. અધ્યાપનનું મનોવિજ્ઞાન

વિદ્યાર્થી સાચા અર્થમાં શીખે અને જીવનમાં પણ પરિવર્તન લાવે તેવી રીતે શિક્ષક અધ્યાપન કરે તો શિક્ષણની પ્રક્રિયાને જીવંત બનાવી શકાય.

એ ના પૂછો!!!!

લાગણીઓને માપવાના મશીન હોતા નથી. અને બુદ્ધિ જ્યારે હાવી થઇ જતી હોય ત્યારે લાગણીઓ રુંધાઈ જતી હોય છે. ક્યારેક એવું પણ લાગે કે, સંવેદનાઓને અનુભવીએ, સમજણની શું જરૂર?