૧. તારું જ તને અર્પણ … !

લૂંટ નકારાત્મક જ હોય એવું પણ નથી, વિધાયક લૂંટ ચલાવવી એ ઘણું જરૂરી છે. છતાં અધરું છે. કોઈનું સુખ લૂંટી લેવું એ એક વાત છે અને કોઈના દુઃખ દર્દ લૂંટી લેવાં એ બીજી વાત છે. લૂંટ ચલાવવી માનવનો મૂળભૂત સ્વભાવને છે. સવાલ એ સ્વભાવને નકારાત્મક માર્ગે જતો રોકીને વિધાયક સ્વરૂપ આપવાનો જ હશે.

કેવળ અભિવ્યક્તિ, બીજું કંઈ નહિ …

અહીં જે કંઈ લખાયું છે એને શું કહેવાય એની મને ખબર નથી. કોઈકે કહ્યું કે એ લલિત નિબંધો છે, માની લઈએ, મારે તો એટલું કહેવું છે કે મને વખતોવખત જે કંઈ કહેવાની ઇચ્છા થઈ એ જ બધું આમાં છે. આ મારી અભિવ્યકિત છે એટલું કહેતાં મને સંકોચ નથી થતો. એ કેટલી સુરેખ છે અને કેટલી વાંકીચૂકી છે એ મારે નક્કી કરવાનું નથી.

૧૯. અવસ્થાનો અવકાશ!

ઉંમર સાથે આવતું વાર્ધક્ય સત્ય છે. તો વાર્ધક્યની અસરમાંથી મુકત રહેવાનો પ્રયાસ પણ સત્ય છે. કયારેક એમ લાગે કે એવી અસરમાંથી મુક્ત રહેવાનો પ્રયાસ આપણી જાત સાથેની છેતરપિંડી છે, પરંતુ એવી છેતરપિંડી પછી પણ વાર્ધક્યના બોજને માથા પર પહાડ રચતો અટકાવી શકાતો હોય તો એ છેતરપિંડી પણ આવકારવા જેવું સત્ય બની જાય છે.

૧૮. સ્વતંત્રતા નિરપેક્ષ છે?

સ્વતંત્રતા જેવા નિરપેક્ષ ખ્યાલનું કોઇ જ અસ્તિત્વ નથી. એટલે એને સાપેક્ષ રીતે જ સ્વીકારવો રહ્યો. આપણે પોતાનું કોઈક તંત્ર સ્થાપીએ, જે બીજાના એવા જ પોતીકા તંત્રની આડે આવવાને બદલે સુસમાયોજન સાધે તો જ એ સ્વતંત્રતા બની રહે. બીજા શબ્દોમાં આપણે એને આપણા માટે નિર્ણયની સ્વતંત્રતા કહી શકીએ.

૧૭. રહસ્યોના જાળામાં!

બીજાઓ માટે આપણે રહસ્ય રહીએ કે ન રહીએ એ ગૌણ ગણી લઈએ, પરંતુ આપણી જાત માટે રહસ્ય બની રહેવામાં મજા નથી. માણસ પોતાના માટે રહસ્ય બની રહેતો હોવાથી જ એ એક તરફ બીજાઓ માટે રહસ્ય બની જાય છે અને સાથે સાથે અનેક મોરચે જીત્યા પછી પણ પોતાની જાત સામે હારતો રહે છે.

૧૬. લોકેષણાની ગુલામી!

જન્મથી જ આપણે એક ચોક્કસ સમાજ વ્યવસ્થાનું અંગ બનીને ઉછરીએ છીએ. આપણા પ્રત્યેક વર્તનને એ જ રીતે ઘડવામાં આવે છે. એટલે જ આપણે પ્રત્યેક તબક્કે આપણા વર્તનના સામાજિક પ્રતિભાવોની દરકાર કરતા રહીએ છીએ. ત્યાં સુધી કે આપણે આપણી ઈચ્છાઓ, લાગણીઓ અને જરૂરિયાતોને પણ એમાં જ ઢાળીને વર્તન કરીએ છીએ. એમાં ને એમાં આપણું પોતાનું વ્યક્તિત્ત્વ આપણા હાથમાંથી કયારે સરકી જાય છે એનીયે આપણને ખબર રહેતી નથી.

૧૫. આશંકાનું અફીણ ને મરેલા જીવ!

જીવનના પ્રત્યેક તબક્કે નાના કે મોટા નિર્ણયો કરવાના આવે છે. આપણા ઘણા બધા નિર્ણયો આપણા વ્યકિતત્વ ઘડતરથી માંડીને આપણી આર્થિક સામાજિક કે વ્યાવસાયિક પ્રગતિની તકના રૂપમાં આવતા હોય છે. આવા નિર્ણયો લેવાની ઘડી આવે ત્યારે જો આશંકા સામે આવીને ઊભી થઈ જાય છે તો એ તકને આપણે જ હડસેલો મારીએ છીએ અને આપણા એ નિર્ણયનો અફસોસ કરવાને બદલે એને ગૌરવ પ્રદાન કરવાની ચેષ્ટાઓ કરવા બેસી જઈએ છીએ.

૧૧. આપણા ઈરાદા સુંદર નથી!

11. Our intentions are not good! વન અને વનરાજીનું એક લક્ષણ એની સુંદરતા છે. પરંતુ એમની તરફ ખેંચાતી આપણી નજરો સુંદર નથી, આપણા ઇરાદા જ દૂષિત છે. જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર નિભાવે છે, પરંતુ એ રક્ષકોના હાથે જ જંગલોનું ભક્ષણ થતું રહે છે. જંગલમાં વસતાં પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા પાછળ પણ… Continue reading ૧૧. આપણા ઈરાદા સુંદર નથી!

૧૦. રણથંભોરની શાન ઝાંખી પડી રહી છે!

રણથંભોર તબાહીના કગાર પર ઊભું છે. પર્યાવરણ દિન, સપ્તાહ અને માસની ઉજવણીઓ થતી રહે છે, માઇક ગજાવાતાં રહે છે, થોકબંધ લેખો લખાય છે અને ટી.વી.ના પડદાને ખીચોખીચ ભરી દેવાય છે, છતાં તબાહીના તાંડવને હાથ દઈ શકાતો નથી!

૯. ધાર્યું હોય તો અચૂક થાય!

ભાવનગર શહેરના મુખ્ય માર્ગોની વચ્ચે ઝાડવાં રોપીને વેપારી ગૃહોના સહકારથી એમનું જતન થઇ રહ્યું છે. આશા જગાવે એવા દીવડા જેવી આ ઘટનાઓ છે. ભલે આ કંઈ બહુ મોટું કામ નથી થયું, છતાં જે થયું છે તે ઓછું નથી.