૩૪. નિર્ણયશક્તિ જ મહાશક્તિ!

નિર્ણય લેવાની પ્રક્રિયા કદી આડેધડ કે ઊભડક હોઈ શકે નહિ. એક વાત એ પણ સમજી લેવા જેવી છે કે વિચારીને લેવાયેલા નિર્ણયો પણ હંમેશાં સાચા જ નીવડે એવું બનતું નથી. દરેક વ્યક્તિ હંમેશ માટે સાચા નિર્ણયો જ લેશે એવું કહી શકાય નહિ, પરંતુ નિર્ણયો સમજી વિચારીને તથા વૈજ્ઞાનિક પધ્ધતિએ લેવાયા હોય તો ઘણા બધા અવરોધો આપમેળે પાર થઈ જતા હોય છે.

૧૨. વિચારોની વખારમાં!

ગાંધીજી કહેતા હતા, જે માણસ પોતાનું પાયખાનું સ્વચ્છ રાખી શકતો નથી એ પોતાના દિમાગને પણ સ્વચ્છ રાખી શકતો નથી. કદાચ આ વાતને ઊંધી રીતે કહીએ તો પણ ખોટું નથી. જે માણસ પોતાનું દિમાગ સ્વચ્છ રાખી શકતો નથી. એ પોતાના પાયખાનાને પણ સ્વચ્છ રાખી શકતો નથી!