રર. ઇતિહાસની ચાદરનાં લીરાં ઊડે છે!

અહીં ટેન્કરો અને બળદગાડાં પર સવાર થઈને પાણી આવે છે, આવતાં થોડુંક ઢોળાય છે અને ધરતીનું તરસ્યું ગળું છમકારો કરી ઊઠે છે. પાણી માટેની આ તડપ જંગલોના વિનાશને પગલે જો માળવાની છે, તો આવતીકાલે દેશના કોઈ પણ ખૂણે આવેલા કોઇક તાળવા કે બાવળાની પણ થઈ જ શકે છે!