લીલો ઉજાસ – પ્રકરણ -૧૬ – સોનલ, પર્યુષણ અને બૈજિંગ!

મનીષાએ એક ઓશીકું સોનલના ખોળામાં મૂક્યું અને બીજું ઓશીકું પોતાના ખોળામાં મૂકીને એ ઓશીકાના સફેદ કવર પર તાકી રહી. થોડીવારમાં એ કવર ફિલ્મના પડદા જેવું બની ગયું અને એ એકાએક છ – સાત મહિના પાછળ જતી રહી.

લીલો ઉજાસ – પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી

વિનોદિનીબહેને જોયું કે મનીષાના ચહેરા પર અચાનક ભાવ ઊપસી આવ્યા હતા અને એની આંખોમાં એક ક્ષણ માટે અનેરી ચમક આવી ગઈ હતી. સોનું એના ખભા પર હજુ લટકાવી રાખેલી હેન્ડ બેગ પલંગ પર ફંગોળીને મનીષાને વળગી પડી અને એના કપાળને ચૂમી લીધું. વિનોદિનીબહેન જોઈ શક્યાં કે મનીષાના ચહેરા પર પણ કોઈ અજબ સંતોષની રેખાઓ ઊપસી આવી હતી. એમને સોનુ અને મોનુનું આજનું આ મિલન અલૌકિક લાગતું હતું.

૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!

વસ્ત્રોનું આપણા જીવનમાં અનેક રીતે મહત્વ છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર પ્રવેશવા માટે વસ્ત્રો પ્રથમ પગથિયું બની જાય છે. વસ્ત્રો વ્યક્તિત્વની ઓળખ બનવા ઉપરાંત વ્યક્તિની હાજરીને પ્રભાવક બનાવે છે એટલું જ નહીં, વસ્ત્ર-પસંદગીની પોતાની અને સામા માણસ પર એક ચોક્કસ મનોવૈજ્ઞાનિક અસર હોય છે. સફળ થવા ઇચ્છનાર માણસે વસ્ત્રોની પસંદગી પાછળ આ જ મુખ્ય વાત ધ્યાનમાં રાખવાની હોય છે.