લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!

‘લીલો ઉજાસ’ નવલકથાના બીજા ભાગમાં અને અંતિમ પ્રકરણમાં સોનલ બૌદ્ધ ભિક્ષુણી બની રોહિણી નામ ધારણ કરે છે. તેના ગુરુ લી ચાંગ ચીનમાં નવો આશ્રમ સ્થાપવા માંગે છે, તેઓ ત્યાં તેને બોલાવવા ઇચ્છે છે. મનીષા અને નયન લગ્ન કર્યા પછી સોનલને મળવા આશ્રમ પર આવે છે, સોનલ તેની આત્મકથા તેઓને સોંપી દે છે.

લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૯ તું નરકમાં જ જવાની છે! –

સોનલ દીક્ષા લેવા માટે જૈન સાધુ – સાધ્વી પાસે મમ્મી-પપ્પાને લઈને જાય છે, પણ તેઓને એવા સવાલ પૂછી નાંખે છે કે, સાધુ મહારાજ ગુસ્સે થઈ જાય છે. મમ્મી-પપ્પા પણ સોનલ પર ભયંકર ગુસ્સે થઈ જાય છે, અને જાણે એની સાથેનો સંબંધ પૂરો થઈ ગયો હોય તેવું અનુભવે છે.

લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૮ મિ. નટવરલાલને ખુલ્લી ચેતવણી

દીક્ષા લેવાનો નિર્ણય સહજ બને તે માટે સોનલ રાહ જોવાનું વિચારે છે. તેને કોઈ બળજબરીથી નિર્ણય કરવો નથી. પંકજે મનીષાને કરેલા નનામા ફૉન માટે તેને પાઠ પણ ભણાવ્યો. પણ તેના પિતા એક વગદાર વ્યક્તિ હોવાથી ફરીથી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સોનલ નટવરલાલને જઈને સમજાઈ આવી.

લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ

સોનલ ચીનની મુલાકાતના અનુભવો વર્ણવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ફેશન ટેકનૉલૉજી વિષય પરનો વાર્તાલાપ અસરકારક રહ્યો. ગુરુ લી ચાંગ સાથેની મુલાકાતમાં સોનલના પૂર્વજન્મ વિશે એક રહસ્ય આમે આવ્યું. બૌદ્ધ ધર્મ તરફનું પ્રયાણ નિશ્ચિત બનતું જતું હતું.

લીલો ઉજાસ – પ્રકરણ – ૨૮ – બૌદ્ધ દીક્ષા અને કાગળની હોડી –

લીલો ઉજાસનો પૂર્વાર્ધ અહીં સમાપ્ત થાય છે. રીતેશ અને તેના પરિવારના ગુનાઓની જાણ થતાં લગ્નનું કેન્સલ કરવામાં આવે છે. નયનના પ્રેમનો એકરાર કરવા મનીષા તૈયાર થશે? એ વાતનું રહસ્ય રહે છે. સોનલ બૌદ્ધ ધર્મની દીક્ષા લેવા પટણા જાય છે.