૩. શ્રવણ – અર્થ અને પ્રકારો

શ્રવણ આપણા સહુના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે, પણ આપણે જોઇએ તેવા સભાન નથી જ, કદાચ વ્યક્તિ તરીકે, એક શિક્ષક તરીકે કે એક વિદ્યાર્થી તરીકે શ્રવણના મહત્ત્વને અને તેની ગંભીરતાને આપણે સમજતાં નથી. જો શિક્ષક વક્તા તરીકે અસરકારક નીવડે અને વિદ્યાર્થીઓ શ્રોતા તરીકે જાગ્રત નીવડે તો વર્ગને સ્વર્ગ બનતાં કોણ રોકી શકે?

૧. અભ્યાસક્રમમાં ભાષા – વિષયનો ઉદ્ભવ

માત્ર એક કલ્પના તરીકે જ વિચારીએ કે જો આપણી પાસે ભાષા ન હોત તો શું થાત? આ પ્રશ્નની સાથે જ અનેક વિચારો ઝબકી ગયા હશે, જેમ કે, શાળા- મહાશાળાઓનું તો અસ્તિત્વ જ નહોત, ભણવા-ભણાવવાની ઝંઝટ જ ન હોત, પરીક્ષા જ ન આપવી પડત, આપણે વાતચીત જ ન કરી શકત, કવિતાઓ-વાર્તાઓ સર્જાઇ જ ન હોત, ગીતોને બદલે વાદ્ય સંગીત જ સાંભળતા હોત, ઇશારાઓથી જ કામ ચાલતું હોત અને સેલફૉન પર વાત કે મેસેજની આપ લે કેવી રીતે થાત!

અભ્યાસક્રમમાં ભાષા – આમુખ

એક બાજુ માતૃભાષાના અસ્તિત્ત્વ સામે જોખમો તોળાઇ રહ્યા છે, ગુજરાતી ભાષાની પોતાની અસ્મિતા જોખમમાં મૂકાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એ સંજોગોમાં બાળક માતૃભાષાને ગૌરવ પૂર્વક શીખે, અન્ય ભાષાઓ પણ આદરપૂર્વક શીખે તેવું વાતાવરણ સર્જવાની જરૂરિયાત છે. વર્ગખંડો બહુભાષી બન્યા છે. એકથી વધુ ભાષા આવડે તો વિવિધ સંસ્કૃતિ અને વૈશ્વિક સ્તરે આંતરક્રિયા કરવાનું સરળ બને છે. આમ, શિક્ષકે પોતે પણ વિવિધ ભાષાઓ સાથે પોતાને સંલગ્ન કરવી પડશે. શિક્ષક પાસેની અપેક્ષાઓ વિસ્તરી છે. આ ભૂમિકાને કેન્દ્રમાં રાખીને આજના બહુભાષી સમાજમાં શિક્ષકે અધ્યાપન કરવાનું છે અને વિદ્યાર્થીના વિકાસમાં સાચા અર્થમાં સહયોગી બનવાનું છે.