લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ-૫ કારણ વિનાનો સંબંધ

આત્મકથાના પાંચમાં પ્રકરણમાં સોનલ મનીષા સાથેની ગાઢ મૈત્રીના સંબંધમાં પોતાની લાગણીઓ જણાવે છે. વિશેષમાં પંકજ મનીષા સામે જે રીતે પ્રેમના ગાંડપણને પ્રદર્શિત કરે છે તેનું રોચક વર્ણન કર્યું છે.

૧૧. મિત્રતાની મહેલાત!

મિત્રતા એ નિ:શબ્દ વ્યવહાર છે. એ વ્યવહાર ખોરવાઇ જાય ત્યારે, પેલી તરંગલંબાઇ તૂટી જાય ત્યારે, આદાન-પ્રદાન અપેક્ષાઓના કેન્સરની ગાંઠ બની જાય ત્યારે અને લેવડ-દેવડનાં સમીકરણો અસમતોલ દેખાવા માંડે ત્યારે નિઃશબ્દ વ્યવહાર પણ મૌન બની જાય છે.