વસ્ત્રોનું આપણા જીવનમાં અનેક રીતે મહત્વ છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર પ્રવેશવા માટે વસ્ત્રો પ્રથમ પગથિયું બની જાય છે. વસ્ત્રો વ્યક્તિત્વની ઓળખ બનવા ઉપરાંત વ્યક્તિની હાજરીને પ્રભાવક બનાવે છે એટલું જ નહીં, વસ્ત્ર-પસંદગીની પોતાની અને સામા માણસ પર એક ચોક્કસ મનોવૈજ્ઞાનિક અસર હોય છે. સફળ થવા ઇચ્છનાર માણસે વસ્ત્રોની પસંદગી પાછળ આ જ મુખ્ય વાત ધ્યાનમાં રાખવાની હોય છે.