લીલો ઉજાસ – પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ

અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે સ્વાભાવિક જ બધાંની નજર અર્ચના પર સ્થિર થઈ ગઈ. જનાર્દનભાઈએ અર્ચનાને કહ્યું, “તને ખબર હોય તો બોલી નાખે. એણે કોઈ જવાબદારી અધૂરી છોડી હોય તો એ પૂરી કરવાની આપણને સમજ પડે!”