૨. વર્ગખંડ વાર્તાલાપ

વર્ગખંડ શબ્દ સાંભળીએ કે તરત શિક્ષક બોલતા હોય અને કેટલાક વિદ્યાર્થીઓ સાંભળતા હોય, કોઇ લખતું હોય, કોઇ વાતો કરતું હોય તેવું એક દ્રશ્ય માનસપટ પર ઉપસી આવે. પણ જ્યારે આપણે વર્ગખંડ વાર્તાલાપ એવી ઉક્તિ પ્રયોજીએ છીએ ત્યારે માત્ર શિક્ષક બોલે છે અને વિદ્યાર્થી સાંભળે છે તેવા એકપક્ષી પ્રત્યાયનની વાત નથી. વિચારોની આપલે બંને પક્ષે થાય છે. એટલે, વાર્તાલાપ એવો શબ્દ દ્વિધ્રુવી પ્રક્રિયા છે એમ જણાવે છે.