સમયનું આયોજન કરીને પૂર્ણ કરેલું કામ ખૂબ સંતોષ આપે છે, એટલું જ નહિ આપણને આપણી જાત પ્રત્યે માન થાય છે અને નવા કામ માટે ઉત્સાહ પ્રગટે છે. અધૂરું કામ અજંપો અને અસંતોષ આપે છે. જે સરવાળે નિષ્ફળતા અને હાર આપે છે. મહાકવિ ગેટેએ પણ કહ્યું છે કે આપણે આપણા પ્રત્યેક દિવસનું મૂલ્ય સમજીએ તો એનાથી વધુ પ્રશંસાનીય વર્તન બીજું કોઈ નથી.
Tag: સમયનું વ્યવસ્થાપન
૧૨. સમો ભણે તે પંડિત!
સમયનું એક ગણિત કહે છે કે, ૬૦ વર્ષના આયુષ્યમાં આપણે સરેરાશ ૮ કલાકની ઊંઘમાં દિવસનો ત્રીજો ભાગ ઊંઘવામાં કાઢીએ છીએ. બે ટાઈમ જમવામાં, નહાવા-ધોવામાં, ગપ્પા મારવામાં કે ટી.વી. જોવામાં દિવસના બીજા છ કલાક એટલે કે ચોથો ભાગ, સરવાળે ૧૫ વર્ષ પસાર થાય છે. આ દ્રષ્ટિએ જીવનનો અડધો ઉપરાંત સમય એવો જાય છે, જેમાં આપણે રીતસર કોઈ પ્રવૃતિ કરતા નથી. શું આપણે જીવનના સક્રિય સમયમાં વૃદ્ધિ કરી શકીએ?