જાતિ, શાળા અને સમાજ – આમુખ

ભારતીય બંધારણે સ્ત્રીને સમાન હક અને દરજ્જો પ્રદાન કર્યા છે, પણ વ્યવહારમાં તેની અસર વર્તાતી નથી. હજુ ય સ્ત્રીની સલામતી અને ગૌરવ હનન કરવાના કિસ્સા રોજેરોજ બની રહ્યા છે. સ્ત્રી પણ પુરૂષ સમાન દરજ્જો, હક, સ્વતંત્રતા પ્રાપ્ત કરે એ હેતુથી આ વિષયની મિમાંસા કરવાનું અને ઉચિત પગલાં લેવાનું મહત્ત્વ સમજાયું છે. શિક્ષકો આ વિષય અને સમસ્યા પરત્વે જાગૃત હશે તો સમાજમાં અપેક્ષિત ધ્યેયો સિધ્ધ કરી શકાશે, એવી અપેક્ષા સહજ જ હોય.

૨૧. સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી!

સરેરાશ સ્મરણશક્તિ એ સામાન્ય માણસનું લક્ષણ છે. સામાન્ય માણસ જ્યારે અસામાન્ય બનવા ઈચ્છે છે ત્યારે જ એને તીવ્ર સ્મરણશક્તિની ઝંખના જાગે છે. આપણા વ્યવહાર જગતમાં આપણે એવી અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું આવે છે. જ્યાં સ્મરણશક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં તો સ્મરણને જ સૌથી વધુ મહત્ત્વ મળેલું છે. બુધ્ધિ કે સમજદારી કરતાં પણ તેજ સ્મૃતિ ધરાવતી વ્યક્તિ એમાં વધુ સફળ થાય છે.

૧૯. મોકળાશ: સફળતાની OBCD!

19. Openness – OBCD of Success! સામાજિક સંબંધોની અનિવાર્યતા અને ઉપયોગિતા વિષે જેટલું કહીએ એટલું ઓછું જ પડે. છતાં ફરી ફરીને એક જ વાત કહેવાની થાય છે કે આપણે જેને સમાજ કહીએ છીએ એ ભલે દેખીતી રીતે વિશાળ હોય, પરંતુ આપણા માટે તો આપણો સમાજ પ્રમાણમાં ઘણો નાનો છે અને આપણે ધારીએ તો એ સમાજ… Continue reading ૧૯. મોકળાશ: સફળતાની OBCD!

૧૮. સંબંધોની તંદુરસ્તીનો ઉપચાર!

આપણા સંબંધોની દુનિયામાં ગાબડાં પડે ત્યારે આપણે એનાં કારણોમાં ઊંડા ઊતરતા નથી. એમાં સહેજ જ ઊંડા ઊતરીએ તો સમજાઈ જાય છે કે આપણે એ પાંચ-પચીસ માણસો સાથે પણ સ્વસ્થ આંતરક્રિયા સ્થાપવામાં નિષ્ફળ ગયા છીએ. આ નાનકડા સમુદાય સાથે પણ સ્વસ્થ આંતરક્રિયા જળવાય તો આવાં ગાબડાં પડતાં નથી. જેમની સાથે આપણે વારંવારની લેવાદેવા ઊભી થતી હોય એમની સાથેના સંબંધોમાં સ્વસ્થતા જાળવી જરૂરી છે.

૧૭. સંબંધોની ટ્રાફિક-સેન્સ!

આપણા સમાજમાં સમજદારી કરતાં ગેરસમજનું પ્રમાણ વિશેષ છે. આપણા કોઈ પણ વર્તનને કોઈ કેટલું સાચી રીતે સમજે છે, એના કરતાં ગેરસમજ નથી કરતું એની ચિંતા વિશેષ રહે છે. આપણા સામાજિક વલણ વિષે પણ ગેરસમજોને ઘણો અવકાશ રહે છે. એટલે જ દરેક વર્તનની પાછળ વિવેક જરૂરી છે.

૧૬. સામાજિકતાને સફળતાની કેદ!

આજનું જીવન ખૂબ સંઘર્ષમય છે. આપણે ઘડિયાળના કાંટે જીવીએ છીએ. અકારણ કોઈને મળવા જવાનો સમય કાઢવાનું મુશ્કેલ લાગે છે. આ વાસ્તવિકતા છે. આવા સંજોગોમાં કમ સે કમ આપણે પ્રસંગો સાચવી શકીએ તો પણ એનું સામાજિક મૂલ્ય ઓછું નથી. લગ્ન પ્રસંગે કે માઠા પ્રસંગે જઈને ઊભા રહેવું એ પણ સદ્ભાવની કડી સ્થાપે છે.