સ્વ સંકલ્પના સ્વ વિશેનું એવું બૌદ્ધિક પાસું છે, જે વ્યક્તિની પોતાના વિશેની સમજને સ્પષ્ટ કરે છે. જ્યારે કોઈ એમ કહે છે કે તે પ્રકૃતિપ્રેમી છે, તે સંવેદનશીલ છે ત્યારે તે પોતાના વિશેનો ખ્યાલ રજૂ કરે છે. અહીં તે પોતે શું છે અને તે બીજાથી કઈ રીતે અલગ છે તે જણાવે છે.
Tag: સ્વની સમજ
૪. ‘યોગ’ એટલે વૈજ્ઞાનિક અને પ્રબુદ્ધ જીવન શૈલી
યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પધ્ધતિ. અને એટલે જ યોગને ‘અધ્યાત્મનું વિજ્ઞાન’ પણ કહેવામાં આવે છે. જે કોઇ પણ આ રીતે જીવે છે તે યોગી છે. તે માટે સંન્યાસી બનવાની જરૂર નથી. પ્રત્યેક સંસારી વ્યક્તિ જો આ રીતે જીવે તો તે યોગી છે.
૩. સ્વનું દર્શનશાસ્ત્ર
વિશ્વના તમામ દાર્શનિકોને માટે સ્વનો સાક્ષાત્કાર એ જ જીવનનું પરમ લક્ષ્ય રહ્યું છે. સોક્રેટિસે દર્શનશાસ્ત્રનું પરમ લક્ષ્ય જણાવતા કહ્યું હતું કે, ‘તારા આત્માને ઓળખ (Know Thyself).’ લાઓત્ઝુ ‘તાઓ તે કિંગ’માં કહે છે કે ‘બીજા વિશે જાણવું તે ડહાપણ છે પણ પોતાના વિશે જાણવું તે આત્મ સાક્ષાત્કાર છે.’
૨. સ્વનું મનોવિજ્ઞાન
મનોવિજ્ઞાનનો મૂળભૂત ઉદ્દેશ્ય જ માનવવર્તનને શાસ્ત્રીય રીતે સમજવાનો છે. એટલે સ્વાભાવિક રીતે જ વ્યક્તિ પોતાના વિશે શું સમજે છે, તે અમૂક રીતે કેમ વર્તે છે, તે તેનો ગહન અભ્યાસ વિષય બની જાય છે. વ્યક્તિ પોતાના સ્વ વિશે શું માને છે તેના પર તેના જીવનનો આધાર રહેલો છે. વ્યક્તિ હોંશિયાર હોય પણ જો તે પોતાને તેમ… Continue reading ૨. સ્વનું મનોવિજ્ઞાન
૧. ‘સ્વ’ એટલે શું?
શિક્ષણનું ધ્યેય વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનું છે, આ ધ્યેય તો અધૂરું જ રહે, જો શિક્ષક અને વિદ્યાર્થી પોતાના સ્વને ન ઓળખે. આ વિષય એ અર્થમાં એટલા માટે પ્રસ્તુત છે કે આનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના સ્વને સાચા અર્થમાં ઓળખી શકશે અને એકબીજાને સારી અને સાચી રીતે સમજી શકશે.
સ્વની સમજ – આમુખ
આધ્યાત્મિક સત્યની વિશેષતા જ એ છે કે, સત્યની પ્રાપ્તિ માટે વ્યક્તિએ સ્વયં યાત્રા કરવી પડે છે. ભગવાન બુધ્ધ, ભગવાન મહાવીર કે ઋષિ પતંજલિએ પ્રબોધેલાં સત્યોથી માર્ગનો પરિચય અવશ્ય થાય છે, પણ એથી સત્યનો બોધ કે આત્મ સાક્ષાત્કાર નથી થઇ જતો. એ માટે તો પ્રત્યેક વ્યક્તિએ પોતે જ એ માર્ગ પર ચાલવું પડે છે. જાતે જ અનુભવ લેવો પડે છે, અને જાતે જ તેના નિરાકરણ પર આવવું પડે છે.