સ્વ સંકલ્પના સ્વ વિશેનું એવું બૌદ્ધિક પાસું છે, જે વ્યક્તિની પોતાના વિશેની સમજને સ્પષ્ટ કરે છે. જ્યારે કોઈ એમ કહે છે કે તે પ્રકૃતિપ્રેમી છે, તે સંવેદનશીલ છે ત્યારે તે પોતાના વિશેનો ખ્યાલ રજૂ કરે છે. અહીં તે પોતે શું છે અને તે બીજાથી કઈ રીતે અલગ છે તે જણાવે છે.
Tag: સ્વ એટલે શું
૧. ‘સ્વ’ એટલે શું?
શિક્ષણનું ધ્યેય વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનું છે, આ ધ્યેય તો અધૂરું જ રહે, જો શિક્ષક અને વિદ્યાર્થી પોતાના સ્વને ન ઓળખે. આ વિષય એ અર્થમાં એટલા માટે પ્રસ્તુત છે કે આનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના સ્વને સાચા અર્થમાં ઓળખી શકશે અને એકબીજાને સારી અને સાચી રીતે સમજી શકશે.